________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩૩
પરમાગમસાર] મીઠાશ રહી જાય છે. એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે. ૪૭૭.
સાધક જીવને ભૂમિકા પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, ભક્તિ, શ્રુત ચિંતવન, અણુવ્રત, મહાવ્રત આદિના શુભ વિકલ્પો આવે છે. હોય છે, પણ તે જ્ઞાયક પરિણતિને બોજારૂપ છે. આહાહા! અરે! આવા શુભ વિકલ્પો પણ બોજારૂપ લાગે છે! જેમ રૂના પોલ ઉપર લોખંડનો ભાર મૂકે ને પોલ દબાઈ જાય તેમ જ્ઞાયક પરિણતિને શુભ વિકલ્પો પણ જ્યાં બોજારૂપ લાગે છે ત્યાં વેપાર-ધંધો-ધનાદિની રક્ષાના અશુભ રાગના બોજાની તો વાત જ શું કરવી? પવિત્ર પરિણતિમાં શુભની અપવિત્ર પરિણતિ બોજારૂપ છે, ભારરૂપ છે, આકુલતા ને કલેશરૂપ છે. આહાહા ! આવું સ્પષ્ટ કથન દિગંબર સંતોનું છે. ભાઈ ! તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો સમ્યકજ્ઞાનની તીણબુદ્ધિથી આનંદના સાગર સ્વભાવને પકડી લે ! જો આનંદસ્વરૂપ દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૪૭૮.
ભાઈ ! તું એકવાર કુતૂહલ તો કર ! ભગવાન તારા આટલા આટલા વખાણ કરે છે, એ છે કોણ? તું આનંદનો સાગર છો. પરમાનંદ સ્વરૂપ છો, અનંત અનંત ગુણોનું ગોદામ છે. અતીન્દ્રિય આનંદનો દરિયો છો. સિદ્ધ સમાન શુદ્ધ છો. આટલા આટલા તારા વખાણ કરે છે એવો તું પરમાત્મસ્વરૂપ છો કોણ? એનું એકવાર કુતૂહલ કરીને જો તો ખરો! ભાઈ ! મહા કષ્ટ, મરીને પણ તું કુતૂહલ કરીને જો ! આ શરીરાદિનો પાડોશી થઈ આત્માનો અનુભવ કર. તો તારો આત્મા આનંદના વિલાસરૂપ દેખાશે ને પરદ્રવ્યનો મોહ તુરત છૂટી જશે. ૪૭૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com