________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨ ]
[ પરમાગમસાર
અજ્ઞાની અજ્ઞાનને લીધે પર્યાયબુદ્ધિથી રાગને કરે છે, પણ રાગનું કારણ થાય એવો એક પણ ગુણ તેનામાં નથી. જેમ ભગવાન આત્મા રાગનું કારણ નથી તેમ એ રાગનું કાર્ય પણ નથી. પર્યાયબુદ્ધિમાં નિમિત્તને આધીન થઈને અદ્ધરથી જે રાગાદિ ઉત્પન્ન કરે છે તેનું કારણ દ્રવ્યસ્વભાવ નથી. ૪૭૪.
*
ભાઈ ! તારે દુ:ખના પંથ છોડવા હોય ને સુખના પંથે આવવું હોય તો પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ છે ને મારું સ્વરૂપ આનંદ છે-એમ અભિપ્રાયમાં પુણ્ય-પાપના ભાવથી પાછો ફ૨. શ્રદ્ધામાં પુણ્ય-પાપના ભાવથી પાછો ફર. શુભાશુભ ભાવ એ મેલ છે ને પ્રભુ નિર્મળાનંદ છે એમ જો યથાર્થ ભેદજ્ઞાન થાય તો તેને આસ્રવથી નિવર્તન થાય જ છે. જો આસ્રવથી નિવર્તન ન થાય તો તેને પારમાર્થિક ભેદજ્ઞાન થયું જ નથી.
૪૭૫.
*
અરેરે ! પાંચ-પચાસ હજાર રૂપિયા મળી જાય ત્યાં તો હરખાઈ જાય છે પણ ખરેખર તો એ રોઈ રહ્યો છે. આત્મામાં અનંતા ગુણની અજાયબી છે તેને જોતો નથી ને પૈસા મારા, રાગ મારો એમ જીવનની જ્યોતિને ત્યાં અટકાવી દીધી છે ને આત્માનું ખૂન કરી રહ્યો છે. ૪૭૬.
*
પ્રશ્ન:- તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણવા છતાં જીવ કેવા પ્રકારથી અટકી જાય છે?
ઉત્તર:- તત્ત્વને બરાબર જાણવા છતાં ૫૨ તરફના ભાવમાં ઊંડે ઊંડ રાજીપો રહી જાય છે, પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે અથવા આવડતના અભિમાનમાં અટકી જાય છે. બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે. અંદર રહેવાના ભાવ નથી. તેથી અટકી જાય છે અથવા શુભ પરિણામમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com