________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૩૧ એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિધમાનપણે જાણે છે તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિધમાનરૂપે કેમ ના જાણે? વસ્તુ સત્ છે ને! વિધમાન છે ને? તો એ મહાપ્રભુને તું વિદ્યમાનરૂપે જાણ ને! આહાહા! જેની હૈયાતી નથી તેને હૈયાત જાણે! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિધમાન જ છે હૈયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ. ૪૭૧.
શુભભાવ કે જેને દુનિયા અત્યારે ધર્મ માને છે, ધર્મનું કારણ માને છે, એ આગ્નવો શું છે?—કે આકુળતાને ઉપજાવનારા છે. શુભ ને અશુભભાવ આકુળતાના ઉપજાવનારા છે. આત્માની શાંતિને ઉપજાવનારા નથી. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ બને નહિ. શુભભાવો આકુળતાના ઉપજાવનારા હોવાથી આત્માની શાંતિને કે ધર્મને ઉપજાવનારા નથી. ૪૭ર.
ભગવાન આત્મા અનંતગુણસ્વરૂપ પ્રભુ છે. તેના એક એક ગુણમાં અનંત અનંત ગુણનું રૂપ છે પણ તેમાં રાગનું રૂપ નથી. એક સમયમાં અનંત અનંત ગુણોનો સાગર પ્રભુ છે. એના એક એક ગુણમાં તેના અનંતા અનંતા ગુણોનું રૂપ છે. એક ગુણ બીજા ગુણમાં નથી પણ એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ એ આત્માનો કોઈ ગુણ નથી. તેથી રાગનું રૂપ કોઈ ગુણમાં નથી. તેથી ભગવાન આત્મા રાગનું કારણ નથી કે રાગ પોતાની આનંદની પર્યાયનું કારણ નથી. ૪૭૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com