________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૨૯ પાપને પાપ તો જગતમાં સૌ કહે છે પણ અનુભવી-જ્ઞાનીજન તો પુણ્યને પણ પાપ કહે છે. હિંસા, જૂઠું, ચોરી આદિને તો જગત પાપ માને છે પણ દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભ રાગને જ્ઞાનીજનો પાપ કહે છે, કેમ કે સ્વરૂપમાંથી પતિત થઈને શુભરાગ ઊઠે છે તેથી તે પણ પાપ છે. શુભરાગમાં સ્વની હિંસા થાય છે તેથી પ્રવચનસાર ગાથા ૭૭માં કહ્યું છે કે પુણ્ય-પાપમાં જે ભેદ માને છે-તફાવત માને છે તે મિથ્યાષ્ટિ ઘોર સંસારમાં રખડશે. આહાહા ! આવી વાતો તો જેને અંતરમાં ભવનો ભય લાગ્યો હોય ને ભયથી છૂટવું હોય એને બેસે એવી છે. ૪૬૫.
ભાઈ ! પદાર્થની સ્વતંત્રતાની વાત જાણવા માટે બહુ પુરુષાર્થ જોઈએ છે. ભિન્ન તત્ત્વને ભિન્ન તત્ત્વરૂપે જાણવું અને ભિન્ન તત્ત્વને બીજાં ભિન્ન રહેલું તત્ત્વ કાંઈ જ કરી શકે નહિ એ વાતો બહુ ઝીણી છે. એને યથાર્થ જાણવામાં બહુ પુરુષાર્થ માગે છે. ૪૬૬.
જેમ કેવળજ્ઞાનમાં ત્રળ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાયો થાય છે. કેવળજ્ઞાને જાણ્યું માટે નહીં પણ પદાર્થોના પર્યાયો પોતાથી અકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. આહાહા ! પદ્રવ્યને કરવાની વાત નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો અકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી-અવળી કરવાનું રહ્યું નહીં. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં થાય છે. આહાહા ! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૪૬૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com