________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮]
[ગમસાર તો બહાર છે. તેમાં કયાંય સુખ શાંતિ નથી. તારી અંદર વિકલ્પ વિનાની ચીજ છે. તેમાં સુખ શાંતિ ભર્યા છે તેનું લક્ષ ને પ્રતીતિ કરીને વિકલ્પથી પ્રથમ ભેદજ્ઞાન કર, સ્થિરતા અનુસાર ક્રમે સર્વ વિકલ્પો છૂટશે. ૪૬૧.
પ્રશ્ન:- આત્મજ્ઞાન કરવા માટે ઘણા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતાં કાંઈક સહેલો રસ્તો બતાવો ને?
ઉત્તર:- આત્મજ્ઞાન માટે ઘણા શાસ્ત્રો ભણવાની કયાં વાત છે? તારી પર્યાય દુ:ખના કારણો તરફ વળે છે તેને સુખના કારણભૂત સ્વભાવ સન્મુખવાળ એટલી જ વાત છે. પોતે ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વસમ્મુખ થા! આટલી વાત છે. તારી જ્ઞાનપર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી. આ ટૂંકું ને ટચ છે. ૪૬૨.
પ્રશ્ન:- આપ બહુ સૂક્ષ્મતામાં ને બહુ ઊંડાણમાં લઈ જાવ છો?
ઉત્તર:- વસ્તુ જ એવા સ્વભાવવાળી છે. પર્યાય ઉપર ઉપર છે અને દ્રવ્ય ઊંડું... ઊંડું છે અનંત.. અનંત.... અનંત. ઊંડપ છે. ક્ષેત્રથી નહિ પણ ભાવથી અનંત. અનંત... અનંત સામર્થ્યરૂપ ઊંડપ છે. ત્યાં જ્ઞાનપર્યાયને ધીરજથી લઇ જતાં ભગવાનનો ભેટો થાય છે. ૪૬૩.
પ્રશ્ન:- શુભ રાગને જ્ઞાની હેય માને છે તો પોડશકારણભાવનાને તો ભાવે છે?
ઉત્તર:- જ્ઞાની પોડશકારણભાવના ભાવતા નથી પણ તે પ્રકારનો રાગ આવી જાય છે. જ્ઞાનીને ભાવના તો સ્વરૂપમાં કરવાની જ હોય છે, પણ સ્વરૂપમાં કરી શકે નહિ ત્યારે હયબુદ્ધિએ શુભરાગ આવી જાય છે. જ્ઞાની તેના જાણકાર છે કર્તા નથી. ૪૬૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com