________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૨૭ અનંતા ભવ કર્યા છતાં થાક લાગ્યો નથી ! સર્વજ્ઞદેવ કહે છે કે તું સ્વભાવમાં વિસામો લે. તારો થાક ઉતરી જશે. શુદ્ધ ચૈતન્ય ભગવાનના આશ્રયે શુદ્ધ પરિણતિ કરવી એ અપૂર્વ છે. એ સમ્યક્ પરિણતિ કરે તો શાશ્વત સુખને પામે, અનંતા અનંતા ગુણની પૂરણ પર્યાયો પ્રગટતાને પામે. માટે બહારની હરખના-હોશુંના સબડકા છોડી દે. એ ભ્રાંતિ છોડી દે ને જિનવરદેવે ઉપદેશેલી શુદ્ધ સમ્યક પરિણતિ કરી તો તું જરૂર શાશ્વત સુખને પામીશ. ૪૫૯.
ભગવાનની વાણી એ શ્રુત છે-શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે, કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સત્શાસ્ત્ર તે જ્ઞાન નથી વધારાની ચીજ છે-ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે-ઉપાધિ છે. આહાહા! શું વીતરાગની શૈલી છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞપ્તિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. ૪૬O.
પ્રશ્ન - વિકલ્પો અમારો પીછો નથી છોડતા !
ઉત્તર:- વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છો. તું પરમાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છો તેને જોતો નથી તેથી વિકલ્પો તને વળગ્યા લાગે છે. તું તારા ભગવાનને ભ્રમથી ભૂલીને વિકલ્પને વળગ્યો છો. તું ખસી જા ને! તું વિકલ્પનું લક્ષ છોડી તારા ભગવાનનું લક્ષ કર તો વિકલ્પો તને વળગેલા લાગશે નહિ. વિકલ્પમાં ક્યાંય સુખ શાંતિ નથી, જ્યાં સુખ શાંતિ ભરી છે ત્યાં જા! સુખ શાંતિનો ભંડાર એવા ભગવાનને વળગ. તારી અંદરમાં પૂર્ણ સુખ શાંતિ ભર્યા છે. વિકલ્પ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com