________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
ગમસાર જાય. એક સમયની નિર્મળ પર્યાયની પણ રુચિ થઈ જાય તો મિથ્યાષ્ટિ થઈ જાય. ૪૫૫.
પરિપૂર્ણ કૃતકૃત્ય ભગવત્ સ્વરૂપ ભગવાન આત્માને સાધ. દષ્ટિ ને દષ્ટિનો વિષય એ તો સમજાવવાનું ભેદકથન છે. દષ્ટિને દ્રવ્ય સન્મુખ વાળ. પર્યાયમાં ઊભો રહીને આ દ્રવ્ય છે એમ નહીં સાધી શકે, ધ્રુવસ્થંભ છે તેમાં નિર્વિકલ્પપણે અહપણું કર. ૪૫૬.
ભગવાનની વાણીથી નહિ, તેના નિમિત્તે થયેલું પરલક્ષી જ્ઞાન તેનાથી પણ નહિ પરંતુ સ્વલક્ષી જે ભાવશ્રુતજ્ઞાન તેનાથી આત્મા જણાય છે. જે જ્ઞાન વડે આત્મા જણાય એ ભાવશ્રુતજ્ઞાન પરની અપેક્ષા વિનાનું છે. શ્રુત પણ વધારાનું છે (નકામું છે.) તેમ ઋતથી થયેલું જ્ઞાન પણ વધારાનું છે. એટલે કે તેમની અપેક્ષા ભાવશ્રુતજ્ઞાનને નથી. એવા ભાવશ્રુત જ્ઞાનથી આત્માને જાણે કે કેવળજ્ઞાનથી આત્માને જાણે પણ એ જાણવામાં–અનુભવનમાં ફેર નથી. માટે જ્ઞાનમાં શ્રત-ઉપાધિકૃત ભેદ નથી. શ્રુતજ્ઞાન કહ્યું માટે તેમાં શ્રુત-ઉપાધિકૃત ભેદ છે એમ નથી. ૪૫૭.
સમ્યગ્દર્શન એટલે? જેવું ને જેવડું તત્ત્વ છે તેની તેવી પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. મહા અસ્તિત્વરૂપ મોજૂદ ચીજ છે તે અનંતકાળ ગયો ને અનંતા ભવ થયા છતાં એવી ને એવી જ તે ચીજ છે. વાહ તત્ત્વ! ગમે તેવા પરિણામ થયા છતાં વસ્તુમાં વિભ્રમતા કે ઊણપતા આવી નથી. મહા ગ્રહીત મિથ્યાત્વના પરિણામ થયા છતાં જે વસ્તુ છે તેમાં કાંઈ મેલ૫-મલિનતા આવી નથી. સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. ૪૫૮.
પાંચેક ગાઉ ચાલે તો થાક ખાવા વિસામો લે ને ! આ તો અનંતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com