________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૨૫ રાગાદિ બિલકુલ હું નથી. ધર્મી પોતાને ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા માને છે. રાગરૂપ પોતાને નથી માનતો. ૪પર.
કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત નથી, માટે વિશેષ જાણવાની આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ. કેવળી અને શ્રુતકેવળીમાં વધુ ઓછું જાણવારૂપ ભેદ છે પણ એ ભેદ અત્યંત ગૌણ છે. કેવળી એકીસાથે પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે શુદ્ધ અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે અને શ્રુતકેવળી ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્યવિશેષોવાળા શ્રુતજ્ઞાન વડે શુદ્ધ અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે. આમ આત્મઅનુભવનમાં કેવળી તે શ્રુતકેવળી તુલ્ય જ છે. સ્વરૂપસ્થિરતાની તરતમતારૂપ ભેદ છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયરૂપ સ્વરૂપમાં નિશ્ચળ રહેવું જ યોગ્ય છે. ૪૫૩.
જ્ઞાની એને કહીએ કે જે ત્રિકાળી જ્ઞાયકને પકડ ને તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટી છે છતાં પર્યાયમાં રોકાતો નથી, તેની દષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ ઉપર જ પડી છે. ધર્મની દશા પ્રગટ થાય, નિર્મળ પર્યાય પ્રગટ થાય પણ જ્ઞાની એ પર્યાયમાં રોકાતા નથી. ૪૫૪.
ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યને પકડીને સમ્યગ્દર્શન-જ્ઞાન થાય, તેને પકડીને ચારિત્ર થાય, તેને પકડીને કેવળજ્ઞાન થાય. ધર્મીની દષ્ટિ આત્મદ્રવ્ય ઉપરથી ખસતી નથી, અને જો એ દષ્ટિ ત્યાંથી ખસીને વર્તમાન પર્યાય ઉપર રોકાય, એક સમયની પર્યાયમાં ચોંટી જાય, પર્યાયની રુચિ થઇ જાય તો વસ્તુની દૃષ્ટિ છુટી જાય અને મિથ્યાદષ્ટિ થઈ જાય. એક સમયની પર્યાયની જો મહિમા-મહત્તા થઈ જાય તો દ્રવ્યની દષ્ટિ ખસી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com