________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૨૩
પરમાગમસાર] છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટૂંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળ, ધ્રુવ તરફ વળ-એમ ભાષા સહેલી ને ટૂંકી કરી પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્રજ્ઞાન કરે, ધારણાજ્ઞાન કરી લે પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે, મહાન અપૂર્વ પુરુષાર્થ છે. ૪૪૬
જ્ઞાયક નિષ્ક્રિય તળ ઉપર તું દષ્ટિ સ્થાપ ને! પર્યાય ઉપર શું કામ જોર દે છો? આ મારી ક્ષયોપશમની પર્યાય વધી, આ મારી પર્યાય થઈ. એમ પર્યાય ઉપર જોર શું કામ દે છો? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે ? ત્રિકાળી ધ્રુવદળ જે નિત્યાનંદ પ્રભુ છે તેના ઉપર જોર દે ને! ૪૪૭.
સમ્યગ્દષ્ટિ, જીવ-અજીવ-આસ્રવ-બંધ આદિના સ્વાંગોને જોનારા છે. રાગાદિ આસ્રવ બંધના પરિણામ આવે પણ સમ્યગ્દષ્ટિ તે સ્વાંગોના જોનારા જ્ઞાતા-દ્રષ્ટા છે, તે સ્વાંગોના કર્તા નથી. સમ્યગ્દષ્ટિ એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે. શુભાશુભભાવો આવે છે. પણ સમ્યગ્દષ્ટિ તેને કર્મકૃત સ્વાંગો જાણી તેમાં મગ્ન થતાં નથી. મિથ્યાષ્ટિ જીવો જીવઅજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ સાચા (પોતારૂપ) જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદિ ભાવો કર્મકૃત ભાવો હોવા છતાં તેને પોતાના ભાવો જાણી તેમાં લીન થઈ જાય છે. તેવા અજ્ઞાની જીવોને ધર્મીજીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી, તેનો ભ્રમ મટાડી, ભેદજ્ઞાન કરાવીને શાંતરસમાં લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. ૪૪૮.
આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કર, સ્થૂલ પરિણામથી દ્રવ્ય જાણવામાં આવતું નથી. અજ્ઞાનીને અગિયાર અંગનું જ્ઞાન થઈ જાય છે તોપણ તેનો ઉપયોગ સૂક્ષ્મ નથી, સ્થૂલ છે. આત્મા સ્થૂલ પરિણામોથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com