________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર]
[ ૧૨૧
જ્ઞાયક ભગવાનની લગની લગાવ. ૪૩૯.
*
પરથી વિરક્તતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના અંદર આવી શકે નહીં. સ્ત્રી, પુત્ર, પૈસા આદિથી અમે વધ્યા છીએ એમ માને તે મૂઢ છે. જેને પરદ્રવ્યની વિરક્તતા લાગે નહીં, રાગાદિ વિભાવની તુચ્છતા લાગે નહીં ને અંદર તાલાવેલી અર્થાત્ ઉત્કંઠા જાગે નહીં તે અંદર કયાંથી જઈ શકે? ૪૪૦.
*
દેહની સ્થિતિ પણ મર્યાદિત છે, કર્મની સ્થિતિ પણ મર્યાદિત છે ને વિકારની સ્થિતિ પણ મર્યાદિત છે. પોતાની પર્યાયમાં જે કાર્ય થાય છે એ પણ મર્યાદિત છે. અંદરમાં એટલે કે સ્વભાવમાં મર્યાદા ન હોય. પ્રભુ ! વસ્તુસ્વભાવ, જ્ઞાનસ્વભાવ આદિ ત્રિકાળી સ્વભાવની મર્યાદા ન હોય. ધર્મીની દષ્ટિ એ અમર્યાદિત સ્વભાવ ઉપર હોય છે. બહારના કાર્યમાં ધર્મી દેખાય પણ એ તો અમર્યાદિત સ્વભાવમાં ઝૂલે છે. ત્યાં તેની દૃષ્ટિ ચોંટી ગઇ હોય છે. ૪૪૧.
*
પોતાની ચીજ અખંડ આનંદકંદ ચૈતન્ય છે તેની જેને ખબર નથી તે બધા ચાલતા મડદા છે. પછી ભલે તે કરોડોપતિ કે મોટો રાજા હોય, પણ પોતાની ચૈતન્યલક્ષ્મીનું ભાન નથી તે બધા ચાલતાં મડદા છે. દુનિયાના ડાહ્યા થઈને પાંચ પચ્ચીસ લાખ કમાતા હોય કે લૌકિક બુદ્ધિના ખાં થઈને ફરતા હોય પણ તે પોતાની પ્રભુતાના ભાન વિના, પોતાની મહાનતાના ભાન વિના, નરકાદિના અનંત અનંત દુઃખોને ભોગવવાના, કે જે દુઃખોનું વર્ણન કરોડો જીભ વડે કરોડો ભવ સુધી કહે તોપણ કહી શકાય નહિ એવા અનંત દુઃખોને પોતાના પ્રભુના ભાન વિના ભોગવવા પડશે. ૪૪૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com