________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦]
[ પરમાગમસાર નથી એમ દ્રવ્યસ્વભાવમાં ઠરે છે ત્યારે રાગનું પરિણમન છૂટી જાય છે એ રાગનો ત્યાગ છે. ખરેખર તો રાગનો ત્યાગ કરે છે એમ કહેવું એ પણ આત્મામાં નામ માત્ર છે. કેમકે રાગરૂપે થયો નહીં ને આનંદરૂપે પરિણમતા, આત્મામાં સ્થિર થતાં રાગ ઉત્પન્ન ન થયો તેથી રાગનો ત્યાગ કરે છે એમ કથનમાત્ર છે. ૪૩૬.
હે ભવ્ય! “રાગ એ મારું કાર્ય છે. રાગ તે હું છું”—એવો અકાર્ય કોલાહલ છોડી દે. શુભરાગ છે એ પણ તારું કાર્ય નથી. રાગ એ તારું અકાર્ય છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિનો રાગ હો કે-ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ-રાગ હો પણ એ નકામો કોલાહલ છે. એ કોલાહલથી તને શો લાભ છે પ્રભુ! એ કોલાહલથી તું વિરક્ત થા. પુણ્યના પરિણામના કાર્યથી તું છૂટો થા. ૪૩૭.
પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ. પર્યાયથી પર તો ન દેખ, પર્યાયને પણ ન દેખ, પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દષ્ટિ ત્યાં લગાવ. છ મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખતત્ત્વને અંતર્મુખના પરિણામ વડે દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે તેને એકવાર છ માસ તો તપાસ કે આ શું છે? બીજી ચપળાઇ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદશ પ્રભુ છે તેને છે માસ તપાસ. ૪૩૮.
અહીં છ-માસનો અભ્યાસ કહ્યો તેથી એટલો જ વખત લાગે તેમ ન સમજવું, ખરેખર તો એક સમયમાં પ્રાપ્ત થાય છે પણ ઉપયોગ અસંખ્ય સમયનો હોવાથી અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત થાય છે પરંતુ શિષ્યને કઠિન લાગતું હોય તો કહે છે કે છ-માસથી વધુ કાળ નહીં લાગે માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com