________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૧૧૯
પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી– પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે. એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. ૪૩૨.
*
ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહિ કોઈ, શરીર ભખે જનાવરા, મુવા રોવે ન કોઈ,
આહાહા ! સંગથી ચાલ્યો જા ! સંગમાં રોકાવા જેવું નથી. ગિરિગુફામાં એકલો ચાલ્યો જા! આ મારગ એકલાનો છે. સ્વભાવના
સંગમાં પડયો એને શાસ્ત્રસંગ પણ ગોઠતો નથી. આહાહા ! અંદરની વાતો બહુ ઝીણી છે ભાઈ! શું કહીએ. ૪૩૩.
*
ખરેખર તો આત્મા રાગને ત્યાગે છે એમ કહેવું એ પણ નામમાત્ર છે. કેમકે રાગાદિને પરભાવરૂપ જાણીને, જ્ઞાનમાં સ્થિર થતાં રાગાદિ ઉત્પન્ન થતા જ નથી. જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે ત્યારે રાગાદિ ઉત્પન્ન થતા જ નથી. તેથી સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. ૪૩૪.
*
આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે એમ જ્ઞાનમાં આવ્યું છે એવો જ્ઞાની જીવ જીવનમાં સ્થિર થઈ જાય છે. એ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થયું ત્યાં આનંદની વિશેષ ધારા વહી એ જ પ્રત્યાખ્યાન છે. પોતાના જ્ઞાનમાં રાગના અભાવરૂપ અવસ્થા અર્થાત્ આનંદની ઉગ્ર અવસ્થા પ્રત્યાખ્યાન છે. ૪૩૫.
*
ખરેખર ત્યાગ કોને કહે ?-અતીન્દ્રિય આનંદના નાથની દૃષ્ટિ તો થઈ છે ને રાગરૂપે નહીં થના૨ો મારો જે દ્રવ્યસ્વભાવ છે તે રાગરૂપે થતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com