________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
ગમસાર પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું?
ઉત્તર- અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડ જ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડ-ખંડ ઈન્દ્રિયજ્ઞાન-અગિયાર અંગનું કર્યું હતું તે ખંડખંડ જ્ઞાન પરવશ હોવાથી દુ:ખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિનાનું અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતા કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. એના વિના ભવભ્રમણનો અંત નથી. ૪૩).
પ્રશ્ન- નિશ્ચય (શુદ્ધ પરિણમન) સાથેનો ઉચિત રાગ (ભૂમિકા અનુસારનો રાગ) હોય તેને ક્રોધ કહેવાય?
ઉત્તર:- નહિ, અહીં સમયસાર ગાથા ૬૯-૭૦-૭૧માં જેને આત્મસ્વ- ભાવની રુચિ નથી, અનાદર છે તેના રાગભાવને ક્રોધ કહ્યો છે એટલે કે મિથ્યાત્વ સહિતના રાગાદિ ભાવને ક્રોધ કહ્યો છે. જ્ઞાનીના અસ્થિરતાના રાગનું તો જ્ઞાનીને જ્ઞાન થાય છે. જ્ઞાનના પરિણમનવાળા જ્ઞાનીને આનંદરૂપ આત્મા રુચે છે. આત્મા માલૂમ પડે છે. તેથી તેને રાગની રુચિરૂપ ક્રોધ હોતો જ નથી. તેથી ક્રોધ માલુમ પડતો નથી. અજ્ઞાનીને દુઃખરૂપ ભાવ-રાગભાવ રુચે છે. આનંદરૂપ ભાવ રુચતો નથી. તેથી તેને ક્રોધાદિ જ માલુમ પડે છે. આત્મા માલૂમ પડતો નથી. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેની રુચિ નથી અને પુણ્યના પરિણામની રુચિ છે. તેને આત્માનો અનાદર છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે ક્રોધી કહે છે. ૪૩૧.
પ્રશ્ન:- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય? ઉત્તર- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com