________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૧૧૭ ચૈતન્યમૂર્તિ મુક્તસ્વરૂપ છે. ચૈતન્યમૂર્તિ, અનંતગુણનું અરૂપી સ્વરૂપ, તે અંદરમાં મુક્તસ્વરૂપ છે. એ મુક્ત સ્વરૂપનું અંદર ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તસ્વરૂપ પ્રગટ થાય છે. બાહ્યથી મુક્તસ્વરૂપ પ્રગટ થતું નથી પણ અંદર જે પૂર્ણાનંદ સ્વરૂપ છે તેને દષ્ટિમાં લઈ તેનું ધ્યાન કરીને અંદરમાં સ્થિર થઈ જવાથી પર્યાયમાં મુક્તપણું પ્રગટ થાય છે. ધ્યાન કરતા તો આવડે જ છે ને! આર્તધ્યાન આદિ તો કરે જ છે ને? છોકરાના લગ્નનો આખો વરઘોડો નીકળી જાય છતાં વિચારમાં ધ્યાનમાં વિકલ્પમાં એવો મશગૂલ થઈ જાય કે ખબર ન પડે! તેમ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુને ધ્યાનમાં લઈને ઠરી જા. ૪૨૭.
આત્મામાં અનંતા ગુણો ભર્યા છે ને એક એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ છે ને એક એક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત છે. તારો સ્વદેશ ભગવાન અનંત ગુણોની અદ્ભુત ઋદ્ધિથી ભરેલો છે. તેમાં એકવાર નજર કર તો તને સંતોષ થશે, આનંદ થશે. પુણ્ય-પાપના પરિણામમાં નજર કરતાં દુઃખ વેદાય છે. ૪૨૮.
શુભરાગ થવો એ કાંઈ વિશેષ નથી. ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ ભાવ થયા જ કરે છે. અરે ! નિગોદના જીવને કે જે અનાદિથી બહાર આવ્યો નથી ને અનંત કાળે પણ બહાર આવશે નહિ એવા નિગોદના જીવને પણ ક્ષણે શુભ ને ક્ષણે અશુભ રાગ આવ્યા કરે છે. એ કાંઈ વિશેષ વાત નથી. ધર્મીને જ્ઞાનધારા ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે. એ જ્ઞાનધારા ચાલવી એ જ વિશેષ વાત છે. એ જ્ઞાનધારાથી જ સંસાર ભ્રમણ છૂટે છે. ૪૨૯.
પ્રશ્ન:- અગિયાર અંગ ને નવ પૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com