________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
ગમસાર છે. કોઈ હિતકર નથી. એક આત્મસ્વભાવ જ સારભૂત ને હિતકારી છે. માટે આવડતના અભિમાનથી દૂર ભાગી આત્મસન્મુખ જ વળવા જેવું છે. ૪૨૨.
જડ-પર્યાયરૂપ દ્રવ્યન્દ્રિય, ખંડખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થ-ત્રણેને જ્ઞાયકના અવલંબન વડે ભિન્ન કરવા એ ઇન્દ્રિયનું જીતવું કહેવાય છે. ત્રણેનું લક્ષ છોડીને પોતાના આત્મામાં એકાગ્રતા કરવી એ નિશ્ચય સ્તુતિ છે. ૪૨૩.
*
સદા અંતરંગમાં ઝળહળ જ્યોતિ પ્રકાશમાન અવિનશ્વર, સ્વત:સિદ્ધ તથા પરમાર્થ સત પરમ પદાર્થ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. તેના અવલંબને ઇન્દ્રિયોનું જીતવું થાય તેને સંતો જિતેન્દ્રિય કહે છે. ૪૨૪.
જે નિર્મળભાવનો પિંડ છે એવા ચૈતન્યનો જેને મહિમા છે તેને સમ્યગ્દષ્ટિ કર્યું છે અને તેને દયા-દાન આદિના રાગની ને તેના ફળની મહિમા હોતી નથી. જેને દયા-દાન આદિના રાગની ને તેના અનુકૂળ ફળની મહિમા છે તેને સુખનો સમૂહું, આનંદનો કંદ એવા આત્માની મહિમા નથી આવતી. જેને વ્યવહાર- રત્નત્રયના શુભ રાગની, દેવ-શાસ્ત્રગુરુની અંદરમાં મહિમા વર્તે છે તેને, નિમિત્તનો જેમાં અભાવ, રાગનો જેમાં અભાવ એવા સ્વભાવભાવનો મહિમા નથી, તેથી પર્યાયમાં તેને આનંદ આવતો નથી. જેને શુભભાવથી માંડીને બારમાં કંઈ પણ અધિકતા, આશ્ચર્યતા ને મહિમા (આવે) છે, તેને સમ્યગ્દર્શન થતું નથી. ૪૨૫.
હું જાણનાર દેખનાર જ્ઞાતા છું—એમ વારંવાર અંતર્મુખ અભ્યાસ કરવાથી જ્ઞાતાપણું પ્રગટ થાય છે ને ત્યારે વિકલ્પનું કર્તાપણું છૂટે છે. ૪ર૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com