________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૧૫ લેવાથી મિથ્યાત્વ-આસ્રવભાવ તૂટે છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દૃષ્ટિ કરવી એ છે. એ કાર્ય કર્યા વિનાના વ્રતાદિ બધું થોથા છે. ૪૧૯.
ભાઈ ! તું સંસારનાં પ્રસંગોને યાદ કર્યા કરે છે પણ તું પોતે પૂર્ણાનંદનો નાથ અનંત ગુણરત્નોથી ભરેલો મહાપ્રભુ સદાય એવો ને એવો જ છો તેને યાદ કર ને! બાયડી, છોકરા આદિને આમ રાજી રાખ્યા હતા ને આમ ભોગ વિલાસ મોજ મજા માણી હતી, તેમ યાદ કરે છે,
સ્મરણ કરે છે, પણ એ તો બધા તને દુ:ખના કારણો છે. સુખનું કારણ તો તારો સ્વભાવ છે. તે સદાય શુદ્ધરૂપે એવો ને એવો જ પડ્યો છે. ચાર ગતિઓના ભ્રમણ કરવા છતાં તારો સ્વભાવ સુખસાગર એવો ને એવો જ ભર્યો પડ્યો છે. તેને યાદ કર ને! તેનું સ્મરણ કર ને! એ એક જ તને સુખ-શાંતિનું કારણ થશે. ૪૨૦.
ભાઈ ! તું ચેતીને રહેજે. મને આવડત છે-એમ આવડતની હૂંફના અભિમાનને રસ્તે ચડીશ નહીં. વિભાવના રસ્તે તો અનાદિનો ચડેલો જ છો. અગિયાર અંગના જ્ઞાનમાં, ધારણામાં તો બધું આવ્યું હતું પણ શાસ્ત્રની ધારણાના જ્ઞાનની અધિકતા કરી પણ આત્માની અધિકતા કરી નહીં. ધારણા જ્ઞાન આદિના અભિમાનથી રોકવા માટે ગુરુ જોઈએ. માથે ટોકનાર ગુરુ જોઈએ. ૪૨૧.
પ્રભુ! આવડતના અભિમાનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના ભાવથી –બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં આત્માર્થી ને લાભ છે. આવડતના કારણે લોકો માન-સન્માન-સત્કાર કરે પણ એ પ્રસંગોથી આત્માર્થીએ દૂર ભાગવા જેવું છે. એ માન-સન્માનના પ્રસંગો નિઃસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com