________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પરમાગમસાર
અંદરમાં જઈને અનુભવે તો એનો મહિમા કેવો ને કેટલો છે તે ખ્યાલમાં આવે. ૪૧૬.
*
આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિઘ્ર કરવા સમર્થ નથી. ગમે તેવા આકરા પ્રસંગો આવી પડે. દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો રોગ થઈ ગયો હોય. ક્ષુધા-તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટિ જીભથી કોટિ વર્ષ સુધી કહેવામાં આવે તોપણ એ પીડા કહી શકાય નહીં એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિને પ્રગટ કરી શકાય છે. ૪૧૭.
*
જાણનાર... જાણનાર... જાણનાર તે માત્ર વર્તમાન પૂરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિ તે ત્રિકાળી અસ્તિ-સને બતાવે છે.
૪૧૮.
*
પ્રશ્ન:- મિથ્યાત્વ-આસ્રવભાવને તોડવાનો વજદંડ શું?
ઉત્તર:- ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ છે. તે વજદંડ છે. તેનો આશ્રય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com