________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમસાર]
[ ૧૧૩ બધાં તો તારાથી અત્યંત ભિન્ન પરદ્રવ્ય છે. તેનાથી ભિન્ન આ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે. તેને દેખ! તો તારો મોહ તુરત નાશ થઈ જશે. ૪૧૪.
પ્રશ્નઃ- સમ્યગ્દર્શન થયા પહેલા અનુમાનજ્ઞાનથી આત્મા જેવો છે તેવો જાણી શકાય ખરો?
ઉત્તર:- પહેલાં અનુમાનજ્ઞાનથી ઓથે ઓથે જાણે, પણ સ્વાનુભવમાં જ યથાર્થ આત્મા જેવો છે તેવો જણાય છે.
પ્રશ્ન:- અનુમાનજ્ઞાનથી આત્મા જાણનારને પર્યાયમાં ભૂલ છે કે આત્મા જાણવામાં ભૂલ છે?
ઉત્તરઃ- અનુમાનજ્ઞાનવાળાએ આત્મા યથાર્થ જાણો જ નથી. આત્માને જાણવામાં ભૂલ છે. સ્વાનુભવ પ્રત્યક્ષથી જ આત્મા જેવો છે તેવો જાણવામાં આવે છે. અનુમાનથી તો શાસ્ત્ર ને સર્વજ્ઞ કહે છે તેવો આત્મા જાણે છે, પણ યથાર્થ તો સ્વાનુભવમાં જ જણાય છે. સ્વાનુભવથી જાણ્યા વિના આત્મા યથાર્થ જાણવામાં આવતો નથી. ૪૧૫.
આહાહા ! આનંદનો નાથ પરમાત્મસ્વરૂપ આત્મા એ મહા ગંભીર વસ્તુ છે. લોકોને અજાણ્યું લાગે. જેમ અજાણ્યા દેશમાં જાય ને અજાણ્યુંઅજાણ્યું લાગે. પણ બાપુ ! આ તો ભગવાનના દેશની વાતો છે. એને રુચિથી સાંભળે તો તેના પોતાના ઘરની જ છે. અજાણ્યું કાંઈ નથી. પોતાનું જ છે. અનંત અનંત જન્મમરણના નાશની વાતો છે. તેનો અભ્યાસ જોઇએ. નિવૃત્તિ જોઈએ. લૌકિક ભણતરમાં પણ દસ પંદર વર્ષ ગાળે છે તો આમાં થોડો વખત લઈને અભ્યાસ કરવો જોઈએ. આ વસ્તુ ગંભીર છે. નિશ્ચય કઈ વિધિથી છે, વ્યવહાર કઈ વિધિથી છે, વિગેરે જાણવું જોઇએ. આ તો સર્વશે જાણીને કહેલી વાતો છે એને રુચિથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com