________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ર ]
[ પરમાગમસાર કે અંદર જઈ શકાય છે. હું શુદ્ધ છું.-એવા વિકલ્પથી પણ વસ્તુ હાથ આવે એવી નથી. ૪૧૦.
પહેલા રાગની મંદતા કરું એમ રહેવા દે ને એકદમ પુરુષાર્થ કર. વિકલ્પના વાયદા રહેવા દે ને એકદમ પુરુષાર્થ કર. જેમ કૂવામાં ઉભો કોશીયો પડે ને તળિયાની તાગ લઇ આવે તેમ એકદમ પુરુષાર્થ કરીને ધ્રુવ જેનું તળિયું છે ત્યાં ઊંડો ઉતરી જા. ત્રિકાળ જ્ઞાયકભાવ આનંદનો નાથ પ્રભુ છે ત્યાં ઊંડો ઉતરી જા. પર્યાય તો ઉપર ઉપર છે. દ્રવ્યમાં પેસી ગઈ નથી. પર્યાયનું લક્ષ દ્રવ્યના ઊંડાણમાં લઈ જા. પર્યાય દ્રવ્યમાં જાય નહીં પણ પર્યાયનું લક્ષ દ્રવ્યમાં લઈ જા. ૪૧૧.
ક્યાંય રોકાઈશ નહીં. વિકલ્પની કાંઈ પણ ખટક રહ્યા કરશે ત્યાં સુધી અંદર નહીં જઈ શકે. હમણાં યુવાની છે માટે રળી લઈએ એ રહેવા દે બાપુ! મોત માથે નગારા વગાડે છે. પછી કરીશ, પછી કરીશ એમ રહેવા દે. અંદરમાં કાંઈ પણ વિકલ્પ રહેશે કે આ કરું આ કરું-એમ વાયદા કરીશ તો અંદર જઈ શકીશ નહીં. ૪૧૨.
દ્રવ્ય સદા નિર્લેપ છે. કોને?—જે તેને જાણે એને. સંયોગ ને રાગ ઉપરથી દષ્ટિ છોડીને, એક સમયની જ હૈયાતી છે તેનું લક્ષ છોડીને ભગવાન જે નિર્લેપ છે તેની દૃષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય. ૪૧૩.
આ આત્મા પ્રત્યક્ષ છે. જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને! તેમ આ આત્મા પ્રત્યક્ષ છે. તેને દેખ! તેમ આચાર્યદેવ કહે છે. આ શરીર છે, કુટુંબ છે, ધન, મકાન, વૈભવ છે-એમ તું દેખે છો, પણ એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com