________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૧૧ આનંદ બહારથી મળે છે! ચૈતન્યપરિણતિથી જીવે તે જીવનું જીવન છે. બાકી બધા ચાલતાં મડદા છે. પામર પર ચીજમાં નજર દોડાવીને સુખી માને છે પણ પ્રભુ તું દુઃખી છો ! જ્યાં આનંદનું ધામ છે, આનંદનો ઢગલો છે, તેને જેણે પ્રતીતિમાં ને જ્ઞાનમાં લીધું તેને જ્ઞાન અને આનંદની પરિણતિ થઈ–એ ખરું જીવન છે. ૪૦૭.
બહારમાં હોંશુ ન કરીશ ભાઈ ! એ બધું તો ક્ષણભંગુર છે ને અનંતવાર મળ્યું છે. બહારમાં સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને અનંતગુણનો પિંડ આત્મા એ મારું સર્વસ્વ છે એમ માન. ભગવાન પૂર્ણાનંદનો નાથ. ચૈતન્યની ઝળહળ જ્યોત છે. તેનું પરિણમન થાય તે જીવનું જીવન છે. પુણ્ય-પાપ ને તેના ફળમાં સર્વસ્વ માને છે તે અસાધ્યબેશુદ્ધ થઈ ગયો છે. માટે હવે બહારમાં સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માન. ૪૦૮.
પ્રભુ તારી ચીજ તો નિર્મળ છે. તેથી નિર્મળ પરિણતિથી તને પ્રભુ મળશે. (રાગરૂપ મલિન પરિણતિથી નહીં મળે) રાગ મારો છે ને તેનાથી મને લાભ થશે એમ પકડ રાખી છે પણ ચૈતન્યસ્વરૂપ આત્માની પકડ કર તો સંસારરૂપી મગરમચ્છના મુખમાંથી છૂટી શકીશ. પ્રભુ! તારામાં તાકાત છે. તું પરથી ભિન્ન પડી શકે છે. મગર તો કદાચિત ન છોડે પણ તું પરથી ભેદજ્ઞાન કરીને સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકે તેમ છો. માટે પરથી ભિન્ન પડીને તારા આત્માને પકડ. ૪૦૯
રાગી છું કે રાગી નથી એવા નયોથી અતિક્રાંત વસ્તુ છે. વ્રતતપાદિનો રાગ એ તો સ્થૂળ રાગ છે પણ રાગી છું કે રાગી નથી એવા સૂક્ષ્મ રાગથી પણ શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંદર જવાતું નથી. વસ્તુ શુદ્ધ ચૈતન્ય હોવાથી શુદ્ધ નિર્મળ પરિણામથી વસ્તુને પકડી શકાય છે. એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com