________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પરમાગમસાર સર્વોત્કૃષ્ટ પ્રભુ છે તેનો આશ્રય લે, તને આનંદ ઝરશે. ચિંતામણી રત્ન કહો, કલ્પવૃક્ષ કહો, કામધેનું કહો, તે આત્મા પોતે છે. જ્યારે જ્યારે તેનો આશ્રય કરે, ત્યારે ત્યારે આનંદનો આસ્વાદ આવે છે. ૪૦૩.
*
સંયોગનું લક્ષ છોડી દે ને નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે. વર્તમાન (પર્યાય) માં ત્રિકાળી જ્ઞાયક હું છું એમ આશ્રય કર. ગુણ-ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દૃષ્ટિ કર. તને સમતા થશે, આનંદ થશે, દુઃખનો નાશ થશે. એક ચૈતન્ય વસ્તુ ધ્રુવ છે તેમાં દષ્ટિ દેવાથી તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. અભેદ ચીજ કે જેમાં ગુણ-ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે રાગથી છૂટવાનો પંથ હાથ આવશે, વિકાર ને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. ૪૦૪.
*
સ્ત્રી-પુત્ર-પૈસા આદિમાં રચ્યા-પચ્યા રહેવું એ તો સર્પનો મોટો રાફડો છે. ઝેરીલો સ્વાદ છે. પણ શુભમાં આવવું એ પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા એ બહાર ન આવ્યા.
૪૦૫.
*
સમ્યગ્દષ્ટિને તો બહારના વિકલ્પમાં આવવું ગમતું નથી. અહીં તો વિશેષ દશાવાળાની વાત લીધી છે કે મહાજ્ઞાનીઓ અંદરમાં જામી ગયા છે.
અહો! તે ધન્ય દિવસ કયારે આવે કે મારે બહાર આવવું જ ન પડે!
આવી જ્ઞાનીની ભાવના હોય છે. સમકિતીને આવી દશાની ભાવના હોય છે. પણ હું દુનિયાને સમજાવું આદિ ભાવના હોતી નથી. ૪૦૬.
*
સ્ત્રી-પુત્ર-પૈસા-આબરું આદિમાં કે રાગની મંદતામાં સુખ છે એમ માને છે તેણે જીવનું મરણ કર્યું છે કે હું પોતે આનંદસ્વરૂપ નથી પણ મારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com