________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૯
પરમાગમસાર]
ક્ષણ ભંગુર સંયોગના લક્ષે થતાં પરિણામ ક્ષણમાં પલટી જશે પણ જ્યારે શાશ્વત રહેનારા આત્માનું લક્ષ કરે ત્યારે પરિણામ શુદ્ધ થશે ને એ શુદ્ધ પરિણામ શુદ્ધપણે શાશ્વત થતાં રહેશે. આનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો અદ્દભુત આશ્ચર્યકારી ને ગહન સ્વભાવ છે. એ સ્વભાવનું લક્ષ કરવું એ જ આ દુર્લભ ભવની સાર્થકતા છે. ૪૦૦
એક આત્મા જ સાર છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ સાર નથી. એક સમયની પર્યાય પણ સાર નથી. સારમાં સાર તો એક આત્મા જ છે. ચૌદ બ્રહ્માંડમાં સારમાં સાર એક આત્મા જ છે. એ સિવાય બીજાં બધું નિઃસાર છે. પૈસા, લક્ષ્મી, ચક્રવર્તીપદ, ઇન્દ્રપદ એ બધું નિઃસાર છે. ચૈતન્ય બાદશાહુ એક જ જગતમાં સાર છે. અનાકુળ આનંદનો કંદ, ધ્રુવ સામાન્ય વસ્તુ તે એક જ સાર છે. ચક્રવર્તીપદ કે ઇન્દ્રનું ઇન્દ્રાસન તે પણ સાર નથી. ૪૦૧.
પર્યાયની બાજુમાં જ ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે તે સર્વોત્કૃષ્ટ ચીજ છે. આશ્ચર્યકારી ચીજ છે. પોતાનો સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા સિદ્ધની પર્યાય કરતાં પણ સર્વોત્કૃષ્ટ છે કેમકે સિદ્ધદશા એ તો એક સમયની પર્યાય છે ને આત્મા તો એવી અનંતી સિદ્ધ પર્યાય જેમાંથી પ્રગટે એવું દ્રવ્ય છે, તે સર્વોત્કૃષ્ટ છે. અપરિમિત, અમર્યાદિત, જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિનો પિંડ સર્વોત્કૃષ્ટ આત્મા છે. સર્વોત્કૃષ્ટ ચીજને જે દૃષ્ટિ સ્વીકારે તે સમ્યગ્દષ્ટિ છે. પર્યાયને ને ગુણભેદને સ્વીકારે તે દષ્ટિ સમ્યક નથી. ૪૦૨.
જે છૂટી જાય છે એ તો તુચ્છ વસ્તુ છે, તેને છોડતાં તને ડર કેમ લાગે છે. શરીર છૂટતાં કે વાણી બંધ થતાં તને ડર કેમ લાગે છે? એ તો તુચ્છ વસ્તુ છે. તેને છોડતાં તને ડર કેમ લાગે છે? જે આશ્ચર્યકારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com