________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮]
સંગમસાર ઓળખવાના વિચારમાં રોકાવું જોઈએ. અંદર અનંત આનંદ આદિ સ્વભાવો ભર્યા છે એવા સ્વભાવનો મહિમા આવે (ઓળખાણ થતાં) એને અંદર પુરુષાર્થ ઉપડ્યા વિના રહે જ નહિ. ૩૯૬.
પ્રશ્ન:- પહેલાં અશુભરાગ ટાળે ને શુભરાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો ક્રમ તો છે ને?
ઉત્તર:એ ક્રમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભરાગ ટાળી શકતો નથી. તેથી પહેલાં અશુભરાગ ટાળીને શુભરાગ આવે છે. એ સાધકના ક્રમની વાત છે. ૩૯૭.
પ્રશ્ન- તો અજ્ઞાનીને શું કરવું?
ઉત્તર- અજ્ઞાનીને પહેલાં વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભરાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી. ૩૯૮.
આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્ય સ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે. પણ કાયમ દ્રવ્ય સ્વભાવનું ધ્યેય રાખવું. આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળ દશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઊર્ધ્વતાની રુચિ અને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા છે. અહીં હજી આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય છે. અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય છે. ૩૯૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com