________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પરમાગમસાર
પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે. પોતે જ સત્ છે. પોતે જ પોતાનો જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સત્નું જ્ઞાન કરવું. પોતાના સતનું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં, અને આનંદ ન આવે તો તેણે પોતાના સત્નું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે. ૩૮૪.
*
ભલે જીવ તથા રાગ ભિન્નપણે રહીને એકક્ષેત્રે રહે પણ બન્ને કદી પણ એકરૂપ થયા નથી ને થઈ શકતા નથી. માટે તું સર્વ પ્રકારે પ્રસન્ન થા. પ્રભુ! તારી ચીજ કદી રાગરૂપે થઈ નથી માટે તું તારું ચિત્ત ઉજ્જ્વળ કરીને, સાવધાન થઈને રાગથી ભિન્નપણે આનંદસ્વરૂપનો અનુભવ કર. પ્રસન્ન થઈને ભેદજ્ઞાન પૂર્વક આ સ્વદ્રવ્ય તે જ મારું છે એમ અનુભવ
કર. ૩૮૫.
*
આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે. તેમાં રાગ, કર્મ કે શરીર તો તેના નથી પણ પર્યાયમાં ખંડખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી. જડ-ઇન્દ્રિય તો તેના નથી પણ ભાવ-ઈન્દ્રિય ને ભાવ-મન પણ તેના નથી. એક એક વિષયને જાણતી જ્ઞાનની પર્યાય છે એ ખંડખંડ જ્ઞાન છે. એ પરાધીનતા છે, પરવશતા છે, એ દુઃખ છે. ૩૮૬.
*
જ્ઞાયકસ્વભાવનું જ્યાં અંતરમાં ભાન થયું, જાણનારો જાગીને ઉઠયો કે હું તો એક શાયકસ્વરૂપ છું-એમ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનધારાને કોઈ રોકી શકતું નથી. ગમે તેવો રોગ આવે પણ એ તો શરીરમાં છે, એ કયાં આત્મામાં છે? રોગ છે તેને આત્માએ જાણ્યો છે પણ એમાં ભળીને આત્માએ જાણ્યું નથી. ૩૮૭.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com