________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૦૫ દર્શન-જ્ઞાન-ચારિત્રથી આત્મા પ્રાપ્ત થતો નથી પણ જે ચીજ દર્શનજ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે તે આત્મા છે એમ વ્યવહાર વડ પરમાર્થને સમજી શકાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રનું આલંબન કરાવ્યું નથી પણ પરમાર્થનું આલંબન કરાવ્યું છે. દર્શન-જ્ઞાન-ચારિત્રને જે પ્રાપ્ત હોય તે આત્મા એમ કહીને ભેદ વડે અભેદને બતાવ્યો છે. ભેદ દ્વારા બતાવ્યો ત્યાં ભેદનું આલંબન નથી કરાવ્યું પણ ભેદનું આલંબન છોડાવીને અભેદ આત્માનું આલંબન કરાવ્યું છે-એમ સમજવું. ૩૮૮.
અહીં તો જે જ્ઞાન આત્માના લક્ષ થાય તેને જ જ્ઞાન કહે છે. જે જ્ઞાન ઇન્દ્રિયના લક્ષે થાય છે, શાસ્ત્રના લક્ષે થાય છે તેને જ્ઞાન કહેતાં નથી. ત્રિકાળી જ્ઞાયક ભગવાનના આશ્રય વિના અગિયાર અંગના જ્ઞાનને પણ જ્ઞાન કહેતાં નથી. એ ખંડખંડ જ્ઞાન છે તે દુઃખનું કારણ છે. ચૈતન્યજ્ઞાનપિંડને ધ્યેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞાન ભલે થોડું હોય તોપણ તે સમ્યજ્ઞાન છે. એવા આત્મજ્ઞાન વિનાના ખંડખંડજ્ઞાનથી હજારો માણસોને સમજાવતાં આવડે તોપણ તે જ્ઞાન અજ્ઞાન છે. ને તે ખંડખંડજ્ઞાન પરવશ હોવાથી દુ:ખ છે. પરસત્તાવલંબી જ્ઞાનને જ્ઞાન કહેતાં નથી. ૩૮૯.
અહો! જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણનો અંત નથી-એવી અનંત સ્વભાવી ચૈતન્યજ્યોતિ સદાય એકરૂપ ચૈતન્યસ્વરૂપ જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે, એની ગંભીરતા ભાસે નહિ ત્યાં સુધી ખરો મહિમા આવે નહિ, એની ગંભીરતા ભાસતાં આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતાં આવતાં એ મહિમા વિકલ્પને ઓળંગી જાય છે, વિકલ્પને તોડવો પડતો નથી પણ તૂટી જાય ને અતીન્દ્રિય આનંદનો સ્વાનુભવ થાય. ૩૯૦.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com