________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૦૩ ઉત્તર:- એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. અંદરમાં અપાર શક્તિ પડી છે. તેનું મહાભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે જ. અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. આમ તો વસ્તુ પ્રગટ જ છે, કાંઇ આ ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું મહાભ્ય આવવું જોઈએ. ભાન થાય તો મહાભ્ય આવે એમ નહી, કેટલાક એમ લઈ લ્ય છે, પણ પહેલા મહાભ્ય આવે તો મહાભ્ય આવતાં ભાન થાય એમ છે. ૩૮૧.
આત્માને ઓળખાવવા જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ કહ્યું છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુળતા છે, તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે. (દ્રવ્ય ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે ). આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. ૩૮૨.
(પરસમ્મુખ જ્ઞાનમાં થતું પરલક્ષ છોડાવવા અને પોતાનું સ્વરૂપઅસ્તિત્વ વેધ–વેદકપણે જાણવા યોગ્ય છે. તે ન્યાયે..) શેય-જ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે શેય ને આત્મા તેનો જ્ઞાયક છે. પરંતુ જીવથી ભિન્ન પુદગલ આદિ છ દ્રવ્યો તે શેય ને આત્મા તેનો જ્ઞાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે શેય ને આત્મા જ્ઞાયક એમ પણ (પર સન્મુખપણે) નથી. પરદ્રવ્યોથી લાભ તો નથી પણ પરદ્રવ્યો જ્ઞય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું. પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્વજ્ઞય છે એમ પરમાર્થ બતાવીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે. ૩૮૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com