________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પરમાગમસાર
બિરાજે છે ત્યાં આવતો નથી તેને શ્રીગુરુ ઓલંભો આપી કરુણાથી અંદર બોલાવે છે. ૩૭૭.
*
ભાઈ ! બધું આત્મામાં ભર્યું છે, બહારમાં કાંઈ નથી. આત્મામાં જ્ઞાન ને સુખ ભર્યાં છે ત્યાં જો, ત્યાં નજર કર, તો તને જ્ઞાન ને સુખ મળશે. બહારમાં કયાંય સુખ નથી. અરે! એક છોકરો મરી જાય પછી ઘરના રોવે છે કે અરે! દીકરા ! તારા વિના આ મહેલ ને મકાનો સ્મશાન જેવા લાગે છે. તેમ ભાઈ ! આત્માને જાણ્યા વિના બહારમાં બધું સ્મશાન જેવું છે. ૩૭૮.
*
પોતાને કેવળજ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે. એ ન થઈ શકે તેમ ન માન! કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અઘરું પડે તેમ ન માન ? જીવને ૫૨માણુ બનાવવો હોય તો તે ન થઈ શકે. અરે! રાગને કાયમ રાખવો હોય તો તે કાયમ રહી ન શકે, પણ શુદ્ધતા પ્રગટ કરવી તે તો જીવનો સ્વભાવ છે. એ કેમ ન થઈ શકે? તે કેમ અઘરું પડે? જીવમાં ઠરવું, શુદ્ધતા પ્રગટ કરવી એ તો જીવનો સ્વભાવ હોવાથી થઈ શકે છે. માટે ન થઈ શકે એવી માન્યતાનું શલ્ય છોડી દે! ૩૭૯.
*
આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટ ઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં ઠ કામ ન આવે. માર્ગ સહજ છે, હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથ આવતો નથી. સહજ માર્ગને પહોંચવા માટે ધી૨જ ને વિવેક જોઇએ. ૩૮૦.
*
પ્રશ્ન:- આ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com