________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૧૦૧ નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ. જગતના પદાર્થોનો રસ ફીકો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. અહો! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધુન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહીં. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ. ૩૭૫.
*
જેને આત્માના સ્વરૂપની રુચિ થઈ છે તેને શુભરાગ આવે છે, પણ તેને રાગની વિરક્તિનો વૈરાગ્ય હોય છે અને આત્માના અસ્તિ તરફનો શાંત ઉપશમ રસ હોય છે. રાગ હોવા છતાં રાગથી અંશે છૂટો પડયો છે એટલો ઉપશમ રસ છે. જેને આત્માની ખરી ચિ નથી તેના શુભ ભાવો લૂખા ને ચંચળતાવાળા હોય છે. પોતાના સ્વભાવનું આશ્ચર્ય અને મહિમા ન આવે અને બીજા પદાર્થોનું આશ્ચર્ય ને મહિમા આવે છે તેના શુભભાવો લૂખા ને ચંચળતાવાળા હોય છે. ૩૭૬.
*
અરે ભાઈ! તું ક્યાં રોકાઈ ગયો? બહા૨માં ને બહા૨માં રોકાઈ ગયો ત્યાં આત્મપ્રાપ્તિ કયાંથી થાય? જેમ ઘરમાં આનંદનો પ્રસંગ હોય ને કોઈ માણસ સાંજ સુધી ઘરે ન આવે તો વડીલો કહે કે અરે ભાઈ! તું આખો દિવસ કયાં રોકાઈ ગયો ? તેમ શ્રી ગુરુ કહે છે કે અરે ભાઈ ! આ પરમાનંદના ધામરૂપ આત્મામાં તું આવ્યો નહીં ને બહા૨ ને બહારમાં કયાં રોકાઈ ગયો ? કેટલાક તો સંસારના પાપના કામોમાં રોકાઈ રહે છે ને ત્યાંથી નીકળે તો શુભરાગના કામમાં બહા૨માં ને બારમાં રોકાઈને પોતાના ભગવાનને ભૂલી જાય છે. પોતાની અંદર ૫રમાત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com