________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ પરમાગમસાર
ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી-પોતાના આત્માથી સ્વીકાર થવો જોઇએ.
કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય. ૩૭૨.
થાય?
*
પ્રશ્ન:- આત્માની કેવી લગની લાગે તો છ માસમાં સમ્યગ્દર્શન
ઉત્તરઃ- જ્ઞાયક.... જ્ઞાયક... જ્ઞાયકની લગની લાગવી જોઈએ. શાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય. ૩૭૩.
*
અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપસ્વરૂપ પ્રભુ છો ! કષાય આવે તેને જાણવો તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં ૫૨નું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી કજાત છે. પરજાત છે, પરશેય છે, સ્વજાત-સ્વજ્ઞેય નથી. તું શાયકસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંત૨થી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. ૩૭૪.
*
પ્રશ્ન:- ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી ?
ઉત્તર:- આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com