________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮]
[ પરમાગમસાર અતિ પક્ષનો યથાર્થ પુરુષાર્થ ઉપાડતાં રાગ સહજ છૂટી જશે. ૩૬૫.
આ કરું, આ કરું, આ કરું, પંડિતાઇ કરું, જગતને ઘણું ઘણું સમજાવું દુનિયાને લાભ થાય તો મને પણ કાંઈક લાભ થાય ને?—એમ તૃષ્ણારૂપ દાહે તેને સપડાવી દીધો છે. ભાઈ! અંતરમાં જવું હોય તો બાહ્યની રુચિ છોડી દે! બીજાને ઉપદેશ દઉં ને તેનાથી મને લાભ થાય-એ તૃષ્ણારૂપી દાહ છે, એ દાહથી એને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. ૩૬૬.
અતીન્દ્રિય આનંદના વેદનમાં આનંદસ્વરૂપ પ્રભુને પરથી ભિન્ન, દયા–દાન આદિના ભાવથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. શાસ્ત્રથી સાંભળીને કે ધારણાથી ભિન્ન જાણ્યો છે એમ નહીં. કેમકે એ તો રાગમિશ્રિતપણે જાણ્યું છે. પરંતુ રાગથી ભિન્ન નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે આત્માને ભિન્ન દેખવો તેને ભિન્ન જાણો કહેવાય. ૩૬૭.
*
આહાહા ! વીતરાગી સંતો વીતરાગભાવ પ્રગટ કરવાની જ વાત કરે છે. સંતો જે વાત કહે છે તે વીતરાગ સ્વરૂપની દષ્ટિ કરાવવાની જ વાત કરે છે, કેમ કે વીતરાગ સ્વરૂપની દષ્ટિ કરે ત્યારે વીતરાગતા પ્રગટ થાય છે. તેથી કહે છે કે હું કહું છું તેની હા પાડજે. એમ ને એમ ઊભો ના રહીશ પણ પુરુષાર્થ ઉપાડજે. ૩૬૮.
પ્રશ્ન:- જેના પ્રતાપે જન્મ-મરણ ટળે ને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યગ્દર્શન પાંચમાં આરામાં જલ્દી થઈ જાય?
ઉત્તર- પાંચમાં આરામાં ક્ષણમાં સમ્યગ્દર્શન થાય. પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમાં આરાથી આત્મા પાર છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. પાંચમાં આરામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com