________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૭
પરમાગમસાર] થઈને. સ્વરૂપની એકતા થઈને. આનંદના ખજાનાના તાળા ખુલી ગયા છે એ અશુભ ભાવના પ્રસંગમાંથી ખસીને ધ્યાનમાં નિર્વિકલ્પ આનંદમાં આવી જાય છે. એ બધો ચમત્કાર પૂર્ણાનંદનો નાથ જાણ્યો તેનો છે. સમ્યગ્દર્શનમાં પૂર્ણાનંદનો નાથ જાગ્યો તેનો છે. સમ્યગ્દર્શનમાં પૂર્ણાનંદનો નાથ આખો કબજે થઈ ગયો છે એ એની જાત્યાંતર લીલા છે. અરે! કોઈ જીવ નિગોદમાંથી નીકળીને આઠ વર્ષે સમ્યગ્દર્શન પામી તુરત મુનિ થઈ સ્વરૂપમાં એકાગ્ર થતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે ને અંતર્મુહૂર્તમાં દેહ છૂટતાં સિદ્ધ થઈ જાય. આહાહા! સ્વરૂપની જાત્યાંતર લીલા જ કોઈ અદ્ભુત છે. અને સમ્યગ્દર્શન વિનાના વ્રત કરે, તપ કરે, ઘરબાર છોડી મુનિ થાય. તોપણ એની લીલા જાત્યાંતર નથી. સંસારની લીલા હતી તેની તે જ છે. ૩૬૩.
આત્મા અચિંત્ય સામર્થ્યવાળો છે. તેમાં અનંત ગુણસ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપ ભાવોની રુચિમાં પડ્યા છે તેની તો શું વાત ! પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તોપણ શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલા પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૩૬૪.
| જિજ્ઞાસુ (જીવન) ભૂમિકા અનુસાર શુભાશુભ પરિણામ તો આવશે જ. રાગને છોડું, છોડું, એમ રાગ ઉપર દષ્ટિ રાખવાથી રાગ છૂટશે નહિ. માટે એકદમ (ખોટી) ઉતાવળ કરવી નહિ, ઉતાવળ કરતાં રાગ છૂટશે નહિ ને ઉલટી મુંઝવણ વધી જશે. રાગ છોડું, છોડું, એમ નાસ્તિ પક્ષમાં ઊભા રહીને રાગ છૂટશે નહિ ને મુંઝવણ થશે અને સ્વભાવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com