________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૯૬] આગ્રહવાળાને તે દેખાતા નથી. ૩૬૧.
પ્રશ્નઃ- (ધ્રુવ) દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે?
ઉત્તર:- (ધ્રુવ) દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે. તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી તેમ કહીને, પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યનું લક્ષ ને દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી ભૂતાર્થ છે તેની દષ્ટિ કરાવવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી પર્યાય નથી, અસત્યાર્થ છે તેમ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. પણ પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. ૩૬ર.
સ્વરૂપની લીલા જાત્યાંતર છે. મુનિની દશા અલૌકિક જાત્યાંતર છે. મુનિરાજ સ્વરૂપના બાગમાં લીલા કરતાં કરતાં એટલે કે સ્વરૂપના બાગમાં રમતાં રમતાં કર્મનો નાશ કરે છે. દુઃખી થતાં થતાં નહિ પણ સ્વરૂપમાં રમતાં રમતાં કર્મનો નાશ કરે એવી તેમની જાત્યાંતર દશા છે-લીલા છે. સ્વરૂપ જ જેનું આસન છે, સ્વરૂપ જ જેની બેઠક છે, સ્વરૂપ જ જેનો આહાર છે, સ્વરૂપ જ જેનું વિચારવું છે, સ્વરૂપ જ જેની લીલા છે. અંતરના આનંદની રમતુંમાં ચડયો તેની લીલા જાત્યાંતર છે. અરે ! સમ્યગ્દષ્ટિની લીલા પણ જાત્યાંતર છે. કોઈ સમ્યગ્દષ્ટિ લડાઈમાં હોય ને ત્યાંથી ઘેર આવી ધ્યાનમાં બેસતાં નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. અરે ! કોઈવાર લડાઈના પ્રસંગમાં હોય ને વખત મળતાં ધ્યાનમાં આવી જાય અરે ! સંસારના અશુભ ભાવમાં પડ્યા હોય ને ત્યાંથી ખસીને બીજી ક્ષણે ધ્યાનમાં બેસતાં નિર્વિકલ્પતા આવી જાય છે. એ વસ્તુ અંદર પડી છે. તેના મહાભ્યના જોરથી નિર્વિકલ્પતા આવી જાય છે. આહાહા ! રાગની ભિન્નતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com