________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૯૫
એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું. જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહત ભાવ કહ્યો છે તેમ સમ્યક્ સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છુટકો. ૩૫૯.
*
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિને શુદ્ધ આત્માનો વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ ઉપયોગ છે ને ?
ઉત્તર:- ના. શુદ્ધ આત્માનો વિચાર ચાલે એ શુદ્ધ ઉપયોગ નથી. એ તો રાગ મિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિકલ્પ ઉપયોગરૂપ પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં શેય-જ્ઞાન-જ્ઞાતાના ભેદ છૂટીને એકલો અભેદરૂપ ચૈતન્યગોળો અનુભવમાં આવે છે તે શુદ્ધ ઉપયોગ છે. ૩૬૦.
*
ક્રિયાકાંડની દષ્ટિવાળાને એમ લાગે કે સમયસાર સાંભળે છે પણ કોઈ આગળ વધતાં નથી. બાહ્ય ત્યાગ-તપ-વ્રત આદિ ક્રિયા કરે તો તેને આગળ વધ્યા દેખાય. પણ ભાઈ! સમયસાર સાંભળીને પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્યનું અકર્તાપણું રાગાદિ ભાવોમાં હૈયબુદ્ધિ ને અંદર પડેલી ૫૨માત્મશક્તિનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા-જ્ઞાનમાં ઘૂંટાય છે. એ એના શ્રદ્ધા-જ્ઞાનનો સુધારો થાય છે તે આગળ વધ્યા નથી ? અંદર શ્રદ્ધાજ્ઞાનમાં સત્યના સંસ્કાર પડે છે તે આગળ વધે છે. શ્રદ્ધા-જ્ઞાનને સાચા કર્યા વિનાના ત્યાગ-તપ-વ્રત આદિ કરે છે તેને આત્માનુશાસનકાર તો કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. અંતરંગ મિથ્યાત્વના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા-જ્ઞાન-સ્વરૂપાચરણ ચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો પણ બાહ્ય દષ્ટિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com