________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૯૪]
દર્શનશાન સ્વભાવમાં અસ્તિત્વરૂપ જે આત્મતત્ત્વ તેમાં એકત્વગતપણે વર્તે ત્યારે તે આત્મા સ્વસમયમાં આવ્યો તેથી તેને આત્મા કહ્યો. ૩૫૬.
*
પ્રભુને રાગના સંબંધવાળો કહેવો તે દુઃખરૂપ છે. રાગની એકતા તોડીને, રાગને જીતીને, સ્વભાવની એકતા કરે તો સાચો જૈન કહેવાય. કાયમી લક્ષણ સ્વભાવ સાથે નકલી ભાવ જોડવો તે દુ:ખરૂપ છે, ખેદ છે. પ્રભુ જિનસ્વરૂપી આત્માને નાનામાં નાના રાગના રજકણ સાથે સંબંધ જણાવવો તે વિસંવાદ છે, દુઃખરૂપ છે. ૩૫૭.
*
પવિત્ર વસ્તુ અપવિત્રપણે પરિણમે તે તેની શોભા નથી. વસ્તુ અકષાય સ્વરૂપ છે. તે અકષાયભાવે થાય તે તેની શોભા છે. એકપણું જેમાં છે એવી વસ્તુ રાગાદિપણે પરિણમે તે વિવિધપણું છે તેથી તે અશોભનીક છે. ચૈતન્યનું જે ત્રિકાળીક સ્વરૂપ છે તેનો વિચાર કરવામાં આવે તો એકપણું જ શોભનીક છે. સુંદર વસ્તુ છે તે સુંદરપણે પરિણમે તે જ શોભા છે. સત્ શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વરૂપ ભગવાન એકપણામાં ૨હે તે તેની શોભા છે. રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે તેથી નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ એકપણું છે તે શોભા છે. ૩૫૮.
*
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે. તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યક્ સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com