________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૯૩ તેને દેખતો નથી. કેમ?-કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી. ઉપર.
ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે કે રાગાદિ તું નથી તેથી ત્યાંથી દષ્ટિ હટાવ અને ધ્રુવમાં દષ્ટિ લગાવ. કેમકે સ્થિર વસ્તુમાં દષ્ટિ સ્થિર થઈ શકશે અસ્થિર વસ્તુમાં દષ્ટિ સ્થિર ન થઈ શકે. ધ્રુવ સ્થિર વસ્તુ છે. તે પોતાના પરિણામમાં પણ આવતી નથી. તેથી તેના ઉપર દષ્ટિ દેવાથી દષ્ટિ સ્થિર થાય છે. એટલે કે સમ્યગ્દર્શન થાય.-એમ શાસ્ત્ર ગુરુ દિશા દેખાડે પણ કરવાનું તો એણે પોતે છે. એ સિવાય જન્મ-મરણના અંત નહીં આવે. ૩પ૩.
જ્ઞાનની પર્યાયમાં વસ્તુ જેવી છે તેવી પ્રત્યક્ષપ્રતિભાસ પ્રથમ આવે. પછી આત્મા જેવો જાણ્યો તે હું છું એમ પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય અને પછી તેમાં પોતાનામાં સ્થિર થાય ત્યારે સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે. ૩૫૪.
જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના રોટલાનો સ્વાદ ન આવે તેમ જેણે પ્રભુ આનંદ સ્વરૂપ છે એના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી. એકાકારપણું થતું નથી. સ્વ સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય
યો તે બધાનો રસ તૂટી ગયો છે. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા-જ્ઞાન-શેય એક થઈને આનંદનો રસ આવે, એટલી મોકળાશ રાખીને રાગમાંબહારમાં આવે છે. ૩૫૫.
જયારે આ આત્મા પોતે રાગથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર થાય છે ત્યારે કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ઉદિત થાય છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com