________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨]
[ પરમાગમસાર પહેલામાં પહેલી ક્રિયા શું?-કે સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતા કરવી તે પ્રથમ ક્રિયા છે. દ્રવ્ય તો ત્રિકાળી નિરાવરણ છે. પણ વર્તમાન પર્યાયમાં રાગાદિને મિશ્રિત કર્યા છે. તોપણ ભેદજ્ઞાનની પ્રવીણતાથી, રાગની દશાની દિશા પર તરફ છે અને જ્ઞાનની દશાની દિશા સ્વ તરફ છે. એમ બે વચ્ચે પ્રજ્ઞાછીણી મારવાથી ભિન્નતા અનુભવી શકાય છે. ૩૪૮.
એ રીતે સર્વ પ્રકારથી ભેદજ્ઞાનની પ્રવીણતાથી શું થાય છે?-કે આ અનુભૂતિ છે તે જ હું છું' પણ વ્યવહારરત્નત્રયનો રાગ છે તે હું નથી એમ આત્મજ્ઞાન થાય છે. જ્ઞાનલક્ષણથી લક્ષિત ચૈતન્યસ્વભાવનો અનુભવ થતાં આ અનુભૂતિ તે જ હું છું એમ સમ્યજ્ઞાન થાય છે. ૩૪૯.
આ મનુષ્યભવ મળ્યો છે તે ભવના અભાવ માટે મળ્યો છે, પૈસા કમાવા માટે આ ભવ મળ્યો નથી, તેથી મૃત્યુ પહેલા આત્મકલ્યાણનું આ કાર્ય કરી લે. ૩૫૦.
સમ્યગ્દર્શનનું લક્ષણ શું કહ્યું?-કે ભેદજ્ઞાનની પ્રવીણતાથી આત્મજ્ઞાન વડે આત્માને જેવો જામ્યો છે તેવો જ પ્રતીતિમાં આવવો તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે જ્ઞાનમાં પૂર્ણાનંદ અભેદ અખંડ આત્માનું જ્ઞાન થતાં જેવો આત્મા જાણ્યો એવી જ પ્રતીતિ થતાં સમ્મશ્રદ્ધાન ઉધોત થાય છે. ૩૫૧.
પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે.
અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com