________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૯૧ એમ કહ્યું નથી. પૂર્ણાનંદના નાથ પ્રભુને પોતાની બુદ્ધિથી એટલે કે સ્વચૈતન્ય તરફ વળેલી જ્ઞાનદશારૂપ મતિજ્ઞાન વડે ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે અને રાગ આકુળતા સ્વરૂપ છે એમ બેનો વિવેક કરીને-ભેદવિજ્ઞાન કરીને અંતરના પુરુષાર્થ દ્વારા જ્ઞાયકને આવિર્ભત કરીને આત્માને જ્ઞાયકપણે અનુભવે છે. ૩૪૪.
અખંડ આનંદનો નાથ પ્રભુ છે તેને જાણ્યા વિના ગુણ-ગુણીના વિકલ્પમાં મગ્ન છે તે વ્યવહારમાં મગ્ન છે. જ્ઞાન છે તે આત્માનું છે એમ લક્ષણલક્ષ્યના વિકલ્પમાં રોકાયો છે ત્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે. સંસારના પાપના ભાવમાં કે દયા દાન આદિના ભાવમાં રોકાયો છે એ તો ક્યાંય રહ્યો પણ લક્ષણ-લક્ષ્યના ને ગુણ-ગુણીના વિકલ્પમાં રોકાયો છે ત્યાં સુધી તે વ્યવહારમાં મગ્ન છે. ૩૪પ.
રાગદ્વેષનો વિકારભાવ, રાગદ્વેષની પરિણતિ તે દુઃખ છે. તેનાથી મુક્ત થવા ઇચ્છતા મોક્ષાર્થી પુરુષે સૌ પ્રથમ શું કરવું?-કે આત્માને જાણવો. એ તો ચૈતન્યરત્નાકર છે. ચૈતન્યરત્નોથી ભરેલો આત્મા છે, વિકારની વૃત્તિ તેનાથી ભિન્ન છે. પુણ્ય-પાપના વિકારથી ભિન્ન થઈને સૌ પ્રથમ જાણનાર સચ્ચિદાનંદપ્રભુને જાણવો. ૩૪૬.
મોક્ષાર્થી પુરુષ એટલે?—કે અનંત અનંત સુખની પ્રાપ્તિ અને અનંત દુ:ખના વ્યયનો અર્થી. પરમ આનંદના લાભનો અર્થી પુરુષ કે જે જગતની આબરૂ, કીર્તિ, પૈસા કે સ્વર્ગનો અર્થી નથી તે મોક્ષાર્થી છે. જે એકમાત્ર પૂર્ણાનંદની પ્રાપ્તિ અને રાગદ્વેષના દુઃખના વ્યયનો અર્થી છે તે મોક્ષાર્થી છે. ૩૪૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com