________________
૯૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર જેમ ધૂમાડાના ગોટા આડે ચૂલા ઉપર લાપસીનું તપેલું દેખાતું નથી તેમ પુણ્ય-પાપનો ધૂમાડાના પ્રેમની આડમાં જ્ઞાયકભાવ દેખાતો નથી. પર્યાયબુદ્ધિવાળાને રાગનો રસ છે, રુચિ છે તેથી તેને અંદર જે વીતરાગમૂર્તિ સકળ-નિરાવરણ છે તે ઢંકાઈ ગયો છે. પ્રબળ કર્મના મળવાથી જ્ઞાયકભાવ તિરોભૂત થયો છે. એટલે? જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ જ છે, તે તિરોભૂત થતો નથી. પણ પ્રબળ રાગના મળવાથી એટલે કે રાગની રુચિના પ્રેમને લઈને તેને જ્ઞાયકભાવ દેખાતો નથી. તેથી તિરોભૂત થઈ ગયો છે. ૩૪૧.
આનંદનો ઘન પ્રભુ અને રાગ વચ્ચે સંધિ છે. નિઃસંધિ થયા જ નથી, કેમ કે ચૈતન્ય આનંદનો પ્રભુ જ્ઞાયકતત્ત્વ અને શુભાશુભરાગ એ બે ભિન્ન ભિન્ન તત્ત્વો છે. એ બે એક નથી છતાં આત્મા અને કર્મનો એટલે કે આત્મા અને રાગનો વિવેક નહીં કરનારા-ભિન્ન નહીં પાડનારા શુભભાવમાં વિમોહિત થઈ ગયા છે. ૩૪૨.
જ્ઞાયકભાવને ને રાગને જાદા ન પાડનારા જીવો વ્યવહારથી વિમોહિત થયા છે એટલે કે શુભરાગ કરતાં કરતાં મને લાભ થશે. શુભોપયોગ તે સાધન છે ને શુદ્ધોપયોગ તે સાધ્ય છે. એમ માનનારા રાગમાં લાભ માનતા હોવાથી, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ આત્માને અને રાગને એક માને છે. ચૈતન્યના સ્વભાવને ભૂલી જઈને રાગના કર્તૃત્વમાં દોરાઈ જવાથી રાગથી વિમોહિત થયેલાઓ, પર્યાયમાં જે અનેકરૂપ વિશ્વરૂપ ભાવો પ્રગટ છે તે રૂપે આત્માને અનુભવે છે. ૩૪૩.
જ્ઞાયક ધ્રુવ નિત્યાનંદ પ્રભુને દેખનારાઓ ભૂતાર્થદર્શીઓ છે. પણ શાસ્ત્રને દેખનારા કે એક સમયની પર્યાયને દેખનારાઓ ભૂતાર્થદર્શી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com