________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પરમાગમસા૨
સ્વપરપ્રકાશનો પૂંજ પ્રભુ તો શુદ્ધ જ છે પણ તેને રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે શુદ્ધ છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતાં પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને તે શુદ્ધ છે એમ પ્રતીતિમાં આવે છે. વિકલ્પવાળાને તે શુદ્ધ છે એમ પ્રતીતિમાં આવતો નથી. ૩૩૪.
*
જેની જ્ઞાનધારામાં શાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરશેયનું જ્ઞાન થાય છે તે જ્ઞેયના લઈને થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભથી ભિન્ન પડીને ચૈતન્યની દષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરનું જ્ઞાન થયું ત્યાં પરશેય છે માટે પ૨ સંબંધી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાનના સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને-શેયને જાણતાં શૈયકૃત જ્ઞાન છે એમ નથી પણ જ્ઞાનકૃત જ્ઞાન છે.
૩૩૫.
*
ઓહો! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે. ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો! આ હું? આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૩૩૬.
*
પ્રશ્ન:- આત્માનો મહિમા કેવી રીતે આવે ?
ઉત્તર:- આત્મા વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે. એ આખું પૂર્ણતત્ત્વ ત્રિકાળી અસ્તિરૂપ છે. એનું સ્વરૂપ એનું સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. તેને સમજે તો આત્માનો મહિમા મહાત્મ્ય આવે અને રાગનું મહાત્મ્ય છૂટી જાય. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી છે, કેવા સામર્થ્યવાળી છે, એનું સ્વરૂપ રુચિ પૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com