________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૭
પરમાગમસાર]
હે પ્રભુ! આપે ચૈતન્યના અનંતા ખજાના ખોલી નાખ્યા! તો હું પ્રભુ! હવે એવો તે કોણ હોય કે તરણા સમાન ચક્રવર્તીના રાજને છોડીને ચૈતન્યના ખજાનાને ખોલવા ન નીકળી પડે. ૩૨૯.
આ આત્મા એ જ જિનવર છે, એ જ તીર્થકર છે. અનાદિકાળથી જિનવર છે. આહાહા! અનંતા કેવળજ્ઞાનની વેલડી છે. પોતાનો આત્મા જ
અમૃતનો કુંભ છે, અમૃતની વેલડી છે. એના પર એકાગ્ર થવાથી પર્યાયમાં જિનવરના દર્શન થાય છે. પરમાત્મા પ્રગટ થાય છે તેને સમ્યગ્દર્શન કર્યું છે. ૩૩).
ભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે આત્મામાં શરીર-સંસાર કે રાગાદિ છે જ નહિ–એમ પહેલામાં પહેલો નિર્ણય કરીને આત્માનો અનુભવ કરી લે! એને બદલે જે એમ માને છે કે પહેલા શુભ ક્રિયા કરી કષાયમંદ કરી આત્મા હળવો થાય પછી આત્માનો અનુભવ થાય. તે જીવ દેવ-શાસ્ત્ર-ગુરુ જે કહે છે તેનો અનાદર કરે છે. ૩૩૧.
નિર્મળ પર્યાય ને ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન ને અનુભવ થવા છતાં દષ્ટિનું આસન તો અવ્યક્ત ઉપર છે. વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે છે. ૩૩ર.
ભગવાન તું તો ગુણનો ગોદામ છે. પુણ્ય-પાપના ભાવનો તું ગોદામ નથી. ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપ છે ને શુભાશુભ અચેતન છે. જ્ઞાયકભાવ શુભાશુભપણે થાય તો ચેતન છે તે અચેતન થઈ જાય. જાણક જાણક ભાવ તે અજાણક એવા શુભાશુભ ભાવે થાય તો તે અચેતન થઈ જાય. માટે જ્ઞાયક તે તો જ્ઞાયક જ રહ્યો છે કે જે સમ્યગ્દર્શનનો વિષય છે. ૩૩૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com