________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
[ ૫૨માગમસાર
૮૬ ]
સ્વભાવમાં પડેલા સર્વજ્ઞ પદનો આદર થયો તેમાં અનંતા સર્વજ્ઞનો આદર આવી ગયો-એમ સર્વજ્ઞ કહે છે. ૩૨૪
*
ભગવાન જેના હૃદયમાં બિરાજે છે તેનું ચૈતન્ય શરીર રાગ દ્વેષરૂપ કાટ વગરનું થઈ જાય છે. ૩૨૫.
*
મવાળો (વાળ ) ચોરવાની તો શું વાત! પણ આ તો ૫૨માણુને ચો૨વાની વાત છે. ૫૨માણુ શું પણ તેની અનંતી પર્યાયને ચોરવાની વાત છે. એક પર્યાયને બીજી પર્યાયની સહાય નથી. આત્માના અનંતા ગુણની પર્યાયમાં એક પર્યાયને બીજી પર્યાય સહાયક નથી. પર્યાય પર્યાયની યોગ્યતાથી, ષટ્કા૨કથી સ્વતંત્ર પરિણમે છે. અહો! આ તો જૈનદર્શનના પેટની સ્વતંત્રતાની મૂળ વાત છે. ૩ર૬.
*
જેમ રાગની મંદતા તે મોક્ષમાર્ગ નથી. જેમ વ્યવહાર સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગ નથી કે મોક્ષનું કારણ નથી તેમ તેની સાથે રહેલું પરસત્તાવલંબીજ્ઞાન પણ મોક્ષમાર્ગ નથી કે મોક્ષનું કારણ નથી. સ્વસત્તાને પકડવાની લાયકાતવાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિઆત્માનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. ૩૨૭.
*
પર્યાયમાં સ્વકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહિ. એમ નક્કી કરવા જાય ત્યાં એની દૃષ્ટિ ધ્રુવ ઉપ૨ જ જાય છે અને એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને ત્યારે જ પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન સમ્યક્ થયા એને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલા મોડાનો પ્રશ્ન જ ક્યાં છે. ૩૨૮.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com