________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૮૫ સ્મશાનમાં ફૂલેલા મડદા પડ્યા હોય તેમાં કાળા કાગડાને મજા લાગે છે. તેમ આ અષ્ટપુષ્ટ દેખાતા શરીર ફૂલેલા મડદા છે તેમાં સુખ માને છે તે બધા કાળા કાગડા સમાન છે. ૩૧૮.
હે નાથ! ચક્રવર્તીની આજ્ઞા ફરે. પણ આપની આજ્ઞા ન ફરે. સર્વજ્ઞની આજ્ઞા બહાર કોઈ દ્રવ્ય પરિણમવા સમર્થ નથી. ૩૧૯.
શરીરની ક્રિયાથી ને રાગની ક્રિયાથી આત્માને ઓળખાવવો તે આત્માનું અપમાન છે. ૩ર૦.
કર્મથી વિકાર થાય એમ જેણે માન્યું. અરેરે! તેણે આત્માનું ખૂન કરી નાખ્યું છે. ૩ર૧.
જેના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણનારા ભગવાન બેઠા તેને ભવ હોય જ નહિ, કેમકે તેનું જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવમાં જ ઢળે છે. ૩રર.
લાકડાના, લોઢાના, અગ્નિના, જળના, વિજળીના સ્વભાવનો જીવ ભરોસો કરે છે. દવાની ગોળીનો ભરોસો કરે છે, જેનાથી પરમાં કાંઈ થતું નથી છતાં તેનો ભરોસો જીવ કરે છે, તો જેનામાં આશ્ચર્યકારી એક જ્ઞાનશક્તિ છે, એવી એવી અનંતી શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા અચિંત્ય શક્તિ સામર્થ્યવાન છે એનો ભરોસો કરે તો ભવભ્રમણ છૂટી જાય. ૩૨૩.
અમે સર્વજ્ઞ છીએ અને તારા પેટમાં પણ સર્વજ્ઞપદ પડ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com