SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૫ * જબ ભાગ્યોદયસે પરમગુરુકા લાભ હોતા હૈ તબ વે દયાકે સાગર પરમાત્માના સ્વભાવ ઉત્તમ પ્રકારસે દર્શાતે હૈં વે બતાવે હૈં કિ યહુ આત્મા નિશ્ચયસે શુદ્ધાત્મા હૈ; વે ગુરુ કર્મમલ રહિત પરમાત્માના સ્વરૂપ ઝલકા દેતે હૈં. ૧૮૪. (શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૨૪ ) * જીવનું નિજ સ્વરૂપ જે છે તે વીતરાગ છે. - એમ વારંવાર જે કહે તે જ ગુરુપદવીએ સદા શોભે છે. ૧૮૫. (શ્રી દીપચંદજી, આત્માવલોકન, શ્લોક-૨) * અતિશય વિશુદ્ધ પરમાત્મતત્ત્વની જે ભાવના છે તે અતિશય નિર્મળ મોક્ષપદનું કારણ થાય છે તથા તેનાથી વિપરીત જે ભાવના છે તે સંસારનું કારણ થાય છે. બરાબર છે – સુવર્ણથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સુવર્ણમય અને લોહથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે લોહમય હોય છે. ૧૮૬. (શ્રી પદ્મનંદી, આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સબ્બોધ ચંદ્રોદય, શ્લોક-૨૦) * * * * આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. (અ) ધ્યાનધ્યયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે; - આવું જાણીને ધીમાન્ - (બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતાં (-લીન થતાં ) એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે છે. ૧૮૭. (શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર- ટીકા, શ્લોક-૧૨૩) * કેવળ આત્મદર્શન તે જ પરમાર્થ છે બીજું બધું વ્યવહાર છે. ત્રણલોકનો જે સાર છે એવા એક આ પરમાર્થને જ યોગીઓ ધ્યાવે છે. ૧૮૮. (શ્રી મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-૬૮) * યોગીજનો આત્માને કર્મ-નોકર્મથી રહિત-જ્ઞાનાવરણાદિ દ્રવ્ય - કર્મો, રાગદ્વેષાદિ ભાવકર્મો, અને શરીરાદિનો કર્મોથી રહિત, અમૂર્તિક – સ્પર્શ- રસ-ગંધ-વર્ણ વિહીન, અજર – અમર-જન્મ - જરા-મરણથી રહિત, નિર્વિશેષ-વિશેષ અથવા ગુણભેદથી રહિત, સામાન્ય સ્વરૂપ અને સર્વ પ્રકારના સંબંધો અને બંધનોથી રહિત સ્વતંત્ર (સ્વાધીન) બતાવે છે. ૧૮૯. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર- પ્રાભૃત, જીવ અધિકાર, ગાથા-પર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy