________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૨૯ * શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, બાકીનું કોઇ અન્યદ્રવ્ય શું તે ( જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે ? ( ન જ થઈ શકે.) અથવા શું તે ( જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? ( ન જ થઇ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્જવળ કરે છે તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી. તેવી રીતે જ્ઞાન શેયને સદા જાણે છે તો પણ શેય જ્ઞાનનું થતું જ નથી. ૧૭ર૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ – ૨૧૬)
* * *
* અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતાં આ વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધ-પૂર્ણ - સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર મારામાં – ચૈતન્યમાત્ર ચિંતામણિમાં નિરંતર લાગ્યું છે - તેમાં આશ્ચર્ય નથી. કારણ કે અમૃત ભોજનજનિત સ્વાદને જાણીને દેવોને અન્ય ભોજનથી શું પ્રયોજન છે? ૧૭૨૮.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૩૦) * પતિભક્તિ રહિત સ્ત્રી, સ્વામીભક્તિ રહિત નોકર, શાસ્ત્રભક્તિ રહિત યતિ તથા ગુરુભક્તિ રહિત શિષ્ય નિયમથી દુર્ગતિના પાત્ર છે. ૧૭૨૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર, ગાથા-૮૧)
* * *
| * હે ભગવાન! આપ વીતરાગ છો તેથી આપને પૂજાનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા આપ વેરભાવથી (દ્રષબુદ્ધિથી) પણ રહિત છો તેથી નિન્દાનું પણ આપને કાંઈ પ્રયોજન રહ્યું નથી છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. ૧૭૩).
(શ્રી સમંતભદ્ર આચાર્ય, સ્વયંભૂ સ્તોત્ર, શ્લોક-૫૭)
* * * * જેમ અગ્નિ ઈધન વડે તૃપ્ત થતી નથી, સમુદ્ર હજારો નદી વડે તૃત થતો નથી તેમ સંસારી જીવ ત્રણલોકનો લાભ પ્રાપ્ત થાય તોપણ તૃતિ પામતો નથી. ૧૭૩૧.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૧૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com