________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૯૫ * ગુણવાન પુરુષોની મધ્ય ગુણવાન પુરુષ પોતાના ગુણ વચન વડે કહે છે તો તે લઘુ થઇ જાય છે અને પોતાના ગુણ વચન વડે જે કહેતો નથી તે નિર્ગુણ હોય તો પણ ગુણવાન બને છે. (ગાથા-૩૭ર)
* ગુણ સહિત પુરુષ ગુણવંત પુરુષોની મધ્યે આચરણ વડે ગુણ પ્રસિદ્ધ કરતાં શોભે છે. વચન વડે પોતાની બડાઈ કરતાં શોભતો નથી. ૧૫૪૮.
(-શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૩૬૪-૩૭૩) * જિનેશ્વરના આગમમાં જેની બુદ્ધિ અનુરકત થઈ છે તથા સંસારથી જન્મજરા-મરણ આદિ મહા ભય ઉત્પન્ન થાય છે એવું જેઓ મનમાં ચિંતન કરે છે તેથી જેમને સંસારનો ભય ઉત્પન્ન થયો છે એવા મુનિઓને ગર્ભવાસથી અત્યંત ભય લાગે છે. ૧૫૪૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અણગાર ભાવના અધિકાર, ગાથા-૪૦) * આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ શીતળ પાણી થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઇ જાય છે તથા દેવ છે તે પણ કિંકર-દાસ બની જાય છે. ૧૫૫O.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૩૨)
*
*
*
* હું પરજીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પર ભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, “હું આકાશના ફૂલને ચૂંટું છું' એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે ( અર્થાત્ માત્ર પોતાને જ નુકશાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી), ૧૫૫૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-ર૬૬ ) * ધર્મોત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તરવાર સુંદર ફુલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા માંડે છે અને દેવ પ્રસન્ન ચિત્ત થઇને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૫પર.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૯૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com