SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૨૯૪) (૫૨માગમ ચિંતામણિ * હે જીવ! પોતાની પ્રસંશાનો હંમેશા ત્યાગ કરો. પોતાની પ્રસંશા વડે પોતાના યશનો વિનાશ ન કરો. પોતાની પ્રસંશા કરવાવાળો પુરુષ લોકમાં તૃણવત્ તુચ્છતા પામે છે. ( ગાથા-૩૬૪) 1 * જેમ ફટકડી વડે દૂધ ફાટી જાય છે તેમ વિધમાન ગુણો પણ પોતાના મુખથી કહેવાથી નાશ પામે છે. જેનામાં કોઈ દોષ ન હોય પણ પોતાના મુખથી પોતાની પ્રસંસા ક૨વી તે જ સૌથી મોટો દોષ છે. પોતાના મુખથી પોતાની બડાઇ કરવા સમાન મોટો કોઈ દોષ નથી. (ગાથા-૩૬૫ ) * પોતાની પ્રસંસા નહિ કરવાથી પોતાનો વિધમાન ગુણ નષ્ટ થઇ જતો નથી. જેને પોતાની પ્રસંશા નહિ કરતાં એવા સૂર્યનું તેજ જગતમાં પ્રસિદ્ધ છે. ( ગાથા-૩૬૬ ) *** * આત્મ-પ્રશંશા કરવાથી, જે ગુણ પોતામાં નથી તે પ્રગટ થઇ જતો નથી. જેમ સ્ત્રીની માફક શૃંગાર હાવભાવ વિલાસ વિભ્રમ કરતો નપુંસક, નપુંસક જ છે. સ્ત્રીની માફક આચરણ કરવાથી સ્ત્રી થઇ શકતો નથી – નપુંસક જ રહે છે. (ગાથા-૩૬૭ * સજ્જન પુરુષનો એવો સ્વભાવ છે કે તેના વિદ્યમાન ગુણની કોઈ પ્રસંશા કરે ત્યારે તે સજ્જન પુરુષ લજ્જા પામે છે. તો પોતે જ પોતાની પ્રશંસા કેવી રીતે કરે ? ન જ કરે. (ગાથા-૩૬૮ ) *** *ગુણ રહિત પુરુષ પણ જો સજ્જનોની મધ્યમાં પોતાની પ્રસંશા કરતો નથી તો સજ્જનોની મધ્યમાં તે ગુણવાન ગણાય છે. કારણ કે પોતાની પ્રસંશા ન કરવી એ જ પ્રગટ ગુણ છે. ( ગાથા-૩૬૯ ) * વચન વડે પોતાના ગુણોનું વર્ણન કરવું એ જ પોતાના ગુણનો વિનાશ છે તથા વચન વડે તો પોતાના ગુણ ન કહે પણ આચરણ વડે પોતાના ગુણ કહેવા તે ગુણોનું પ્રગટ કરવું જાણવું. (ગાથા-૩૭૦) *** * જે પુરુષ સજ્જનોમાં પોતાના ગુણ વચન વડે કહેતો નથી પણ આચરણ વડે કહે છે તે પુરુષ આ જગતમાં પુરુષોમાં મુખ્ય બને છે. ( ગાથા-૩૭૧ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy