________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિઃ ૨૫૦૦ પ્રત દ્વિતીય આવૃત્તિઃ ૨000 પ્રત (પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી-જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં) કહાન સં-૧૦, વીર સં. - ૨૫૧૬, વિ. સં-૨૦૪૬, ઇ. સ. ૧૯૯૦ વૈશાખ શુદ-૨ તા. ર૬-૪-૯૦ પૂજ્ય ગુરુદેવશ્રીની ૧૦૧ મી જન્મ જયંતી
દ્રવ્યદષ્ટિની ઉપદેશ પ્રથમ કેમ? જૈસે જેલમેં પડા હુઆ વ્યક્તિ બન્ધનકે કારણોકો સુનકર ડર જાતા હૈ ઔર હતાશ હો જાતા હૈ પર યદિ ઉસે મુક્તિકા ઉપાય બતાયા જાતા હૈ તો ઉસે આશ્વાસન મિલતા હૈ ઓર વહે આશાન્વિત હો બંધનમુક્તિના પ્રયાસ કરતા હૈ. ઉસી તરહુ અનાદિ કર્મબંધનબદ્ધ પ્રાણી પ્રથમ હી બંધ, કારણકો સુનકર ડર જાય ઔર મોક્ષકે કારણોકો સુનકર આશ્વાસનકો પ્રાપ્ત હો ઇસ ઉદ્દેશ્યસે મોક્ષમાર્ગકા નિર્દેશ સર્વપ્રથમ કિયા હૈ.
(આચાર્ય અકલંકદેવ, તત્ત્વાર્થવાર્તિક, ભાગ- ૧, પાનું – ર૬૬) જિનવાણી - સ્વાધ્યાયની પાત્રતા ચોરાશીના ભવભ્રમણ છોડાવનારી, ત્રણલોકના નાથની વાણી સાંભળવા આવે તેને દેવ-શાસ્ત્ર-ગુનો કેટલો વિનય જોઇએ! સ્વર્ગથી ઈન્દ્રાદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિ ને નરમાશથી સાંભળે છે! જિનવાણી સાંભળતી વખતે શાસ્ત્રનો વિનય ને બહુમાન રાખવા જોઇએ; શાસ્ત્રને નીચે મુકાય નહિ, શાસ્ત્રની ઉપર કોણીનો ટેકો દેવાય નહિ, પગ ઉપર પગ ચડાવીને શાસ્ત્ર-શ્રવણ કરવા બેસાય નહિ, રૂમાલ કે પાના આદિથી હુવા ખવાય નહિ, ઝોલા ખવાય નહિ, પ્રમાદથી બેસાય નહિ વિગેરે વિગેરે કેટલાક વિનય-બહુમાન-ભક્તિ હોય ત્યારે તો જિનવાણી -શ્રવણની પાત્રતા છે. વ્યવહાર પાત્રતા જેમ છે તેમ જાણવી જોઇએ.
- સ્વાનુભવ પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com