________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(મંગલાચરણ ) સુર - અસુર- નરપતિવંધને, પ્રવિનષ્ટઘાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રીમહાવીરને.
વળી શેષ તીર્થકર અને સી સિદ્ધ શુદ્ધાસ્તિત્ત્વને, મુનિ જ્ઞાન-દંગ ચરિત્ર-તપ-વીર્યચરણ સંયુક્તને.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને. વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અતને.
અહંતને, શ્રીસિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે, ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને.
પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવૃંદ; આનંદામૃતચંદ્રને, વંદું છું સુખકંદ.
શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ; મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ.
પરમ પદારથ પામવા, મંગલમય જિનવાણ; વંદું નિજગુણ વૃદ્ધિકર, લહુ સદા સુખખાણ.
શ્રી જિનશાસન ગુરુ નમું, નાના વિધિ સુખકાર, આત્મહિત ઉપદેશ દે, કરું મંગલાચાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com