________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮)
(પરમાગમ – ચિંતામણિ * હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મને એવો ઉત્કૃષ્ટ સંતોષ ઉત્પન્ન થયો છે કે જેથી મારા હૃદયમાં ઇન્દ્રનો વૈભવ પણ લેશપાત્ર તૃષ્ણા ઉત્પન્ન કરતો નથી. ૯૩૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, જિનવર સ્તવન, શ્લોક-૭) * જે શુદ્ધ આત્મસ્વરૂપ અગ્રાહ્યને અર્થાત્ ક્રોધાદિસ્વરૂપને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલાને અર્થાત્ અનંત જ્ઞાનાદિ ગુણોને છોડતું નથી તથા સંપૂર્ણ પદાર્થોને સર્વ પ્રકારે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે જાણે છે. તે પોતાના અનુભવમાં આવવા યોગ્ય ચૈતન્ય દ્રવ્ય હું છું. ૯૩૫.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, શ્લોક-૨૦) * જીવ સમ્યગ્દર્શનના માહાત્મયથી, દેવેન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી દ્વારા તેમ જ મુનિઓના સ્વામી ગણધરો દ્વારા જેમનાં ચરણકમળની સ્તુતિ કરવામાં આવે છે એવા, જેમને ધર્માદિ પદાર્થોનો સારી રીતે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે એવા તથા ત્રણલોકના શરણભૂત એવા ધર્મચક્રના ધારક તીર્થકરો થાય છે. ૯૩૬.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૩૯ )
* * * * જિસકે ભીતર પુણકી પ્રાસિકે લિયે લોભભાવ સદા રહતા હૈ ઉસકે અનંતાનુબંધી લોભા પ્રકાશ હૈ. ઈસલિયે સમ્યગ્દષ્ટિ પુણકા લોભ ભી છોડ દેતા હૈ. ૯૩૭.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૨૪) * સર્પ બહારમાં કાચળીને તો છોડ છે પરંતુ અંદરના ઝેરને નથી છોડતો, તેમ અજ્ઞાની જીવ લિંગ ધારણ કરીને બાહ્ય ત્યાગ તો કરે છે પરંતુ અંતરમાંથી વિષયભોગની ભાવનાને છોડતો નથી. ૯૩૮.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૫) * જેમ અગ્નિને લોખંડના ગોળાના તપ્ત પુદગલોનો સમસ્ત વિલાસ નથી (અર્થાત્ અગ્નિ તે લોખંડના ગોળાના પુદ્ગલોના વિલાસથી - તેમની ક્રિયાથી – ભિન્ન છે) તેમ શુદ્ધ આત્માને (અર્થાત કેવળજ્ઞાની ભગવાનને) ઇન્દ્રિય સમૂહ નથી; તેથી જ જેમ અગ્નિને ઘોર ઘણના ઘાના મારની પરંપરા નથી તેમ શુદ્ધ આત્માને શરીરસંબંધી સુખદુ:ખ નથી. ૯૩૯.
( શ્રીઅમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com