SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પરમાગમ ચિંતામણિ ) (૧૭૭ * જ્યારે શુદ્ધાત્મપરિણતિને પામેલા શ્રમણને તેમાંથી ચ્યુત કરે એવું કારણ–કોઇ પણ ઉપસર્ગ–આવી પડે, ત્યારે તે કાળ શુભોપયોગીને પોતાની શક્તિ અનુસાર પ્રતિકાર (ઉપાય, સહાય ) કરવાની ઈચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે; અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મપરિણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે. ૯૨૯. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૨૫૨) *** = * તત્ત્વોમેં મુખ્ય તત્ત્વ આત્માકા સ્વભાવ હૈ અથવા તત્ત્વોમેં શ્રેષ્ઠ તત્ત્વ પરમેષ્ઠી હૈ. યહ જિનવાણી જયવંત રહો જિસકે પ્રતાપસે પરમ તત્ત્વકા પતા લગતા હૈ. નિર્મલ જ્ઞાન જયવંત હો જ લોકાલોક કો જાનતા હૈ. ૯૩૦. (શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધધસાર, શ્લોક-૫૪૮ ) * મિથ્યાદષ્ટિ જીવ શરીરના ઉત્પન્ન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે અને શરીરનો નાશ થવાથી આત્માનો નાશ અથવા મરણ થયું એમ માને છે. રાગ, દ્વેષ, મોહ વગેરે સ્પષ્ટરૂપે દુઃખ આપવાવાળા છે છતાં તેને સેવતો થકો સુખ માને છે. ૯૩૧. *** (પં. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૨, શ્લોક-૫ ) * પુણ્ય-પાપ બંને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બંને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જાદી જુદી ભાસવાથી, સારું અને ખરાબએમ બે પ્રકારે તેઓ દેખાય છે. ૫૨માર્થ-દષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૯૩૨. (શ્રી સમયસાર, કળશ-૧૦૧નો ભાવાર્થ ) * કેવળી સૂર્યસમાન કેવળજ્ઞાન વડે આત્માને દેખ-અનુભવે છે અને શ્રુતકેવળી દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખે- અનુભવે છે. આ રીતે કેવળીમાં ને શ્રુતકેવળીમાં સ્વરૂપસ્થિરતાની તરતમતારૂપ ભેદ જ મુખ્ય છે, વસ્તુંઓછું (વધારે–ઓછું પદાર્થો) જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં જ નિશ્ચળ રહેવું યોગ્ય છે. એ જ કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. ૯૩૩. (શ્રી જયસેનાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૩૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy